Site icon Revoi.in

1 લી જુલાઈથી શરુ થયેલી અમરનાથની યાત્રામાં અત્યાર સુધી 1.70 લાખ લોકોએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

Social Share

શ્રીનગરઃ- 1લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાની શરુઆત થઈ હતી આજે યાત્રાને 15 દિવસ થઈ રહ્યા છે ત્યારે અત્યાર સુધી અહીં લાખો ભક્તો આવી ચૂક્યો છે વચ્ચે હવામાનની સ્થિતિ ખરાબ હોવાના કારણે સતત 4 દિવસ યાત્રીઓને ગુફા સુધી જવા માટે રોકવામાં આવ્યા હતો જો કે યાત્રીઓની ભક્તિમાં કોઈ ઘટાડો થયો ન હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસને શુક્રવારે યાત્રાના 13મા દિવસે  7 હજાર 245 શ્રદ્ધાળુઓની 12મી ટુકડીએ જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી ‘હર હર મહાદેવ’ના નારા લગાવતા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રી અમરનાથ યાત્રા શરૂ કરી હતી. પહેલગામ બેઝ કેમ્પ માટે 4 હજારથી વધુ અને બાલટાલ બેઝ કેમ્પ માટે 3 હજારથી વધુ તીર્થયાત્રીઓને 225 નાના-મોટા વાહનો દ્રારા બર્ફાનીના દર્શન માટે રવાના કરાયા હતા.

જાણકારી પ્રમાણે બાલટાલ મોકલવામાં આવેલા 3 હજાર 144 શ્રદ્ધાળુઓમાં 2 હજાર 49 પુરૂષો, 1 હજાર 58 મહિલાઓ, 5 બાળકો અને 23 સાધુઓ અને 9 સાધ્વીઓનો સમાવેશ થાય છે. પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયેલા શ્રદ્ધાળુઓમાં 2831 પુરૂષો, 878 મહિલાઓ, 327 સાધુઓ અને 65 સાધ્વીઓનો સમાવેશ થાય છે.

યાત્રા દરમિયાન યાત્રીઓમાં બાબા બર્ફાનીના દર્શન કરવાની આતુરતા જોવા મળી હતી હતી. તે જ સમયે, રજીસ્ટ્રેશન માટે લાઈનોમાં ઉભેલા ભક્તોને નિયંત્રિત કરવા માટે સુરક્ષા દળોને ભારે સંઘર્ષ કરવો પડે છે.આ વખતે અમરનાથ યાત્રામાં સુરક્ષા કડક ગોઠવવામાં આવી છે.

Exit mobile version