Site icon Revoi.in

રાજૌરીમાં સેના અને આતંકી વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં અત્યાર સુધીમાં 5 જવાન શહીદ

Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં છેલ્લા બે દિવસથી સેના અને આતંકીઓ આમને સામને હોય તેની ઘટના જોવા મળી રહી છે છેલ્લા 2 દિવસમાં 4 આતંકીઓનો સેનાએ ખાતમો પણ કર્યો છે જો કે આજરોજ શુક્રવારે જમ્મુના રાજોરીમાં આતંકીઓ સંતાયેલા હોવાની બાતમી મળી હતી જેને આઘારે સેના અને પોલીસની સંયુક્ત ટીમ સર્ચ ઓપરેશન શરુ કરયુ હતું.

બન્ને ટીમ દ્રારા શરુ કરાયેલા ઓપરેશનમાં આતંકીઓને ભાળ મળતા જ તેમણે સામેથી ગોળીબાર કરવાનું શરુ કર્યું જવાબહી કાર્યવાહીમાં સેનાએ પણ સામે ગોળીબાર કર્યો હતો,જમ્મુ ડિવિઝનના રાજૌરી જિલ્લાના કાંડી વિસ્તારમાં શુક્રવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે અને બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે.  સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

ત્યારે હવે આ પહેલા આ ઘટનામાં બે જવાન શહીદ થયા હતા હવે વધુ ત્રણ જવાન શહીદ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ પહેલા એક અધિકારી સહિત ચાર જવાનો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી હતી, ત્યાર બાદ વધુ ત્રણ ઘાયલોએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

નોર્ધન કમાન્ડ અનુસાર, જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ બ્લાસ્ટ કર્યો હતો, જેમાં સેનાના જવાન શહીદ થયા હતા.જો કે હાલ પણ આ વિસ્તારમાં ઓપરેશન શરુ જ છે સેના અને આતંકીઓ આમને સામને ગોળીબાર કરી રહ્યા છે.. સુરક્ષાની દૃષ્ટિએ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે સેનાની ટીમ રાજૌરી સેક્ટરના કાંડી જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. જમ્મુ ક્ષેત્રના ભાટા ધુરિયાનના ટોટા ગલી વિસ્તારમાં મંગળવારે આર્મી ટ્રક પર હુમલો કરનારા આતંકવાદીઓના જૂથને શોધવા માટે ટીમ ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે કામ કરી રહી છે.હાલ પણ ઈનપુટ છે કે આ વિસ્તારમાં આતંકવાદીઓનું એક જૂથ ફસાયેલું છે.આ સહીત હાલ નજીકના વિસ્તારોમાંથી વધારાની ટીમોને એન્કાઉન્ટર સ્થળ પર મોકલવામાં આવી છે અને ઘાયલ સૈન્યના જવાનોને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.