Site icon Revoi.in

પીએમ મોદીને અત્યાર સુધી 6 ઈસ્લામિક દેશો એ આપ્યું છે પોતાના દેશનું સર્વોચ્વ સન્માન – જાણો અહીં અત્યાર સુધી પીએમને મળેલા તમામ પુરસ્કાર વિશે

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવસેને દિવસે પોતાની લોકપ્રિયતામાં વધારો  કરી રહ્યા છએ માત્ર ભારતની જનતા જ નહી પરંતુ વિદેશમાં પણ મોદીજીની બોલબાલા જોવા મળે છે,પીએમ મોદી જે તે દેશના પ્રવાસે જવાના હોય અગાઉથી આ દેશના લોકોમાં ભારે ઉત્સાહ છવાય છે અને અહીના લોકો પણ પીએમ મોદીના આગમન માટેની તૈયારીઓમાં વ્યસ્ત થઈજાય છે, જ્યારથી પીએમ મોદી સત્તામાં આવ્યા છે ત્યારથી વિશ્વનો ભારત સામેની દ્રષ્ટિ બદલાઈ છે ભારતને એ તમામ માન સન્માન અપાઈ રહ્યું છે જેના માટે ભારત હકદાર છે.

જો પીએમ મોદીની વાત કરીએ તો પીએમ મોદીના સત્તામાં આવ્યા બાદ સતત વિદેશ સાથેના સંબંધો ભારતના સુધાર્યા છે એટલું જ નહી અમેરિકા જેવી મહાસત્તા વાળા દેશે પણ ભારત સાથેના સંબંધો ગાઢ અને મૈત્રીપૂર્મ બનાવ્યા છે આ તમામ પીએમ મોદીના કારણે જ શક્ય બન્યું છે.

વધુમાં પીએમ મોદીએ ઈસ્લામિક દેશો સાથે પણ સારા સંબંધો બનાવ્યા છે એઠલું જ નહી પીએમ મોદીએ ઈસ્લામિક દેશો સાથે અનેક કરાક પણ કર્યા છે જેના કારણેં દેશને ઘણો ફાયદો થયો છે અને એટલા માટે જ 6 ઈસ્લામિક દેશોએ પોતાના સર્વોચ્વ નાગરિક પુરસ્કારથી પીએમ મોદીને સન્માનિત કર્યા છે.

પીએમ મોદી તાજેતરમાં  ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી દ્વારા ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ ઇજિપ્તનું સર્વોચ્ચ રાજ્ય સન્માન છે.આ છઠ્ઠો દેશ છે જેમણે આ સન્માન આપ્યું છે .બંને દેશોની દ્વિપક્ષીય બેઠક પહેલા સીએમ મોદીને આ સન્માન આપવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પીએમ મોદીને વર્ષ 2014માં સત્તા સંભાળ્યા બાદ આ 13મો આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે.