Site icon Revoi.in

દેશમાં અત્યાર સુધી એક કરોડથી પણ વધુ લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયા

Social Share

દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી હતી જો કે છેલ્લા ઘણા મહિનાઓથી કોરોના લસંક્રમિણની ગતિ ઘીમી પડેલી જોવા મળી રહી છે,આ સાથે જ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણને માત આપીને સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 1 કરોડને પાર પહોંચી ચૂકી થે, ભારતમામં સાજા થવાનો દર વિશ્વના બીજા દેશઓની સરખામણીમાં ખુબ જ સારો રહ્યો છે.

કોરોનાના કતારણે સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 1 લાખ 50 હજાર 336 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આજ રોજ ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે જો છેલ્લા 24 કલાકમાં દેશમાં  નોંધાયેલા નવા કેસની વાત કરીએ તો 20 હજાર 346 નોંધાયા છે. 22 જેટલા દર્દીઓએ જીવ ગૂમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની કુલ અત્યાર સુધીની સંખ્યાની જો વાત કરીએ તો 1 કરોડ 03 લાખ 95 હજાર 278  છે. જો કે સારી બાબત એ પણ છે કે દેશમાં સાજા થનારા દર્દીઓનો આંકડો કરોડને પાર છે .

અત્યાર સુધી 1 કરોડ 16 હજાર 859 લોકો કોરોનામાંથી ઉગરી આવ્યા છે, આ સાથે જ છ્લાલ 24 કલાકમાં 19 હજાર 587 દર્દીઓને રજા આપવામાં આવી છે.દેશમાં  હાલમાં 2 લાખ 28, હજાર 083 એક્ટિવ કેસ જોવા મળી રહ્યા  છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે 6 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 17કરોડ 84 લાખ 995 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છેજેમાં માત્ર બુધવારના 24 કલાકમાં 9 લાખ 37 હજાર 590  લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

સાહિન-