Site icon Revoi.in

તો આ દેશમાં આજે પણ લોકો અવર-જવર માટે ઘોડાનો ઉપયોગ કરે છે,જાણો આ જગ્યા વિશે

Social Share

દરેક લોકો એવું વિચારતા હોય છે કે તેને સમય પ્રમાણે ફરવા માટે ગાડી જોઈએ, રહેવા માટે સારુ ઘર જોઈએ, અને સારા પ્રમાણમાં આવક જોઈએ. આવા મોડર્ન સમયમાં આજે પણ એક એવી જગ્યા છે કે જ્યાં આજે પણ લોકો માલસામાનના પરિવહન માટે, તથા પોતાની અવર-જવર માટે ઘોડાનો ઉપયોગ કરે છે.

મંગોલિયા દેશના લોકો એટલે કે વિચરતી જાતિ આજે પણ તેની રહેણી-કહેણી અને જીવનશૈલીમાં ઘોડાઓને પાળે છે. 10 લાખની આસપાસ આ લોકો રહે છે. મંગોલિયા દેશના કુલ વસ્તીના 25થી 30 ટકા જેટલાં છે. જુનવાણી રીતે જ આ લોકો અહીંયા જીવન જીવે છે. તેના ઘરો ગોળાકાર અને ટેન્ટ જેવાં હોય છે. જંગલી જાનવરો તેમજ પશુપાલન પર નિર્ભર રહે છે. અડધા દેશમાં તો યાતાયાત માટે ઘોડાનો જ ઉપયોગ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે બિઝનેસ કરવા અને ભણવા જતાં લોકોએ વિદેશના ગામડાં વિશે જાણવું, શહેરમાં જ જન્મથી મોટા થયેલા લોકો આજકાલ તેમના બાળકોને ગામડાં જોવા માટે લઈ જાય છે. જેથી કરીને તેઓ આપણી સંસ્કૃતિ તેમજ લોકોની રહેણીકરણી અને બોલીથી વાક્ફ થાય. તેવી જ રીતે વિદેશનું પણ છે. ત્યાં પણ ગામડાં આવેલા છે અને તે પણ પોતાની અલગ સંસ્કૃતિ ધરાવે છે.