Site icon Revoi.in

કિસમિસને પાણીમાં ઉકાળ્યા બાદ આખીરાત પાણીમાં પલાળી સવારે ભૂખ્યા પેટે તે પાણી પીવાથી આરોગ્યને થાય છે ફાયદા

Social Share

આપણી ફાસ્ટ જીવનશૈલીના કારણે આજકાલ અનેક બીમારીઓ આપણા શરીરમાં ઘર કરી જાય છે. રોગોનું બીજું મુખ્ય કારણ સ્થૂળતા છે. જો તમે ફિટ ન હોવ તો તેની અસર શરીરના અન્ય ભાગો પર પડે છે. હૃદય, કિડની અને લીવરને લગતી સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં તમારે સ્વસ્થ આહાર અને જીવનશૈલી અપનાવવી જોઈએ

 હૃદય, લીવર અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમે કિસમિસનું પાણી પીવુ જોઈએ. અઠવાડિયામાં માત્ર 4 દિવસ આ પાણી પીવાથી તમારા શરીરને અદ્ભુત ફાયદા થશે. કારણ કે કિસમિસ વિટામિન એ, વિટામિન સી, ફાઇબર અને આયર્નથી ભરપૂર હોય છે જેને પાણીમાં પલાળી તે પાણી પીવાથી સ્વાસ્થ સારું રહે છે.

કિસમિસને કંઈ રીતે પાણીમાં પલાળવી જોણીલો

કિસમિસનું પાણી બનાવવા માટે 2 કપ પાણી લો અને તેમાં 150 ગ્રામ કિસમિસ પલાળી દો.ધ્યાન રાખો કે વધારે ચમકદાર કિસમિસનો ઉપયોગ ન કરો, આવા કિસમિસ કેમિકલથી ચમકદાર બને છે. ઘાટા રંગની અને નરમ કિસમિસ લો. કિસમિસને પલાળતા પહેલા ધોઈ લો અને તપેલીમાં પાણી નાખી ઉકાળો. હવે તેમાં ધોયેલી કિસમિસ નાખીને આખી રાત રાખી દો.સવારે આ કિસમિસવાળા પાણીને ગાળી લીધા પછી તેને હળવું હૂંફાળું કરો અને ખાલી પેટ તેનું સેવન  કરો અને ત્યાર બાદ 30 મિનિટ સુધી કઈ પણ ખાવા પીવાનું ટાળો

આ પાણી પીવાથી થાય છે ઘણા ફાયદાઓ

અઠવાડિયામાં 4 દિવસ કિસમિસનું પાણી પીવાથી લિવરમાં બાયોકેમિકલ પ્રક્રિયા શરૂ થાય છે, જે લોહીને ઝડપથી સાફ કરે છે.

આ પાણી પીવાથી પેટ એકદમ સારુ પાચન વાળું રહે છે. પાચન, ગેસ અને અપચોની સમસ્યા સંપૂર્ણપણે દૂર થાય છે અને શરીરને ભરપૂર ઊર્જા મળે છે.

3આ પાણી પીવાથી હૃદય મજબૂત રહે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.કોલેટ્રોલના દર્દીઓ માટે આ પાણી રામબાણ ઈલાજ છે.

 કિસમિસનું પાણી તમારા લિવરને વેગ આપે છે, જે પાચનક્રિયાને સુધારે છે અને પેટના એસિડને ઘટાડવામાં મદદ કરે છે.

આ સાથે જ આ પાણી પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. તમારે તેનું સેવન ચોક્કસ કરવું જોઈએ. તેને પીધા પછી થોડા જ દિવસોમાં તમને ફરક દેખાશે. જો કે આ પાણી પીધા બાદ 30 મિનિટ સુધી બીજુ કઈ ખાવું ન જોઈએ

 

Exit mobile version