Site icon Revoi.in

સોડાખાર માત્ર ભજીયાના સ્વાદ માટે જ નહી પરંતુ બીજી ઘણી રીતે થાય છે તેનો ઉપયોગ

Social Share

સોડાખાર, ખારો કે ભજીયા ખારો આવા અનેક નામથી ઓળખાતા સોડાખારના કિચન સહીતના કેટલાક ઉપયોગ છે, સામાન્ય રીતે આ સફેદ પાવડર દરેકના કિચનમાં જોવા મળએ છે, ખાસ કરીને તો તેનો ઉપયોગ આપણે ભજીયા, ઢોકળા, ઈડલી વગેરેને સોફ્ટ કરવા માટે કરતા હોઈએ છીએ, બીજી તરફ વધુ પડતો સોડાખાર શરીરના હાડકાને નુકાશન કરે છે, જો કે આ સોડાખાર ખાવાની સાથએ સાથે બીજી કેટલીક રીતે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

આમ તો સાડો ખારના ઘણા પ્રાકર છે જેમ કે ખાવાનો સોડા, કપડા ધોવાનો સોડા વગેરે, જેમાં ખાવા સોડાનું NaHCO 3 રાસાયણિક સૂત્ર છે , આ સોડાખાર આ તેજાબી કાર્બોનિક એસિડ મીઠું તમે તેના ઘટકો તમામ અણુ વજન ઉમેરો તો સોડિયમ અણુ વજન 84 એક સમાન થાય છે. તો ચાલો જાણીએ સોડાના ઉપયોગ અને તેના ફાયદાઓ

સોડાખારના અન્ય ઉપયોગ અને ફાયદા

દાંત પીળા પડી ગયા હોય તો સોડાખારમાં લીબુંનો રસ એડકરીને દાંત પર ઘસવાથી દાંત સફેદ થાય છે, તથા દાંતના પેઢા મજબુત બને છે.

જો તાંબાના કે પીતળના વાસણ કાળા પડી ગયા હોય તો સોડાખારનો ઉપયોગ આ વાસણનેં માંજવામાં કરી શકાય છે, તેનાથી વાલસણ સાફ થશે.

કિચનમાં કાળા ડાધા, કે તેલના ડાધા અથવા તો હેસના ચુલા પર બળી ગયેલા ડાધા પડ્યા હોય તો તેના પર સોડાખાર લગાવીને 10 મિનિટ રહેવા દઈને પાણr વડે ધોવાથી આ ડાધા દૂર થાય છે.

જ્યારે કોટનના કપડા પર જીદ્દી ઘબ્બા પડ્યા હોય ત્યારે સોડાખાર વદે તેને દૂર કરી શકાય છે.

આ સાથે જ જો કોઈ કપડામાં તેલના દાઢા પડ્યા હોય તે સ્થાને સોડાખાર લગાવીને ઘસવાથી તે ડાઘા પણ દૂર થાય છે.

આ સાથે જ સોડાનો ઉપયોગ એલ્યુમિનિયમ તવાઓને, વાનગીઓ, કાર્પેટ, ચાંદી અને લોન્ડ્રી સાફ કરવા માટે વાપરી શકાય છે