Site icon Revoi.in

ભારતની બ્રહ્મોસ મિસાઈલને કેટલાક મુસ્લિમ દેશો પણ પોતાની સેનામાં સામેલ કરવા ઈચ્છુક

Social Share

નવી દિલ્હીઃ ભારતની બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલની દુનિયાના વિવિધ દેશોમાં ચર્ચા થઈ રહી છે. તેની સારી ક્વોલિટીને જોઈને અનેક દેશ પોતાની સેનામાં તેને સામેલ કરવા માટે આગળ આવી રહ્યાં છે. તાજેતરમાં જ બ્રહ્મોસ મિસાઈલને લઈને ફિલીપીન્સે ભારત સરકાર સાથે વાતચીત કરી હતી. ભારતના  બ્રહ્માસ્ત્ર માટે પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકી દેશોએ રસ દર્શાવ્યો છે. ખાડી દેશો તરફથી જે મુસ્લિમ દેશોએ આ મિસાઈલમાં ઉત્સાહ દર્શાવ્યો છે તેમાં સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત સૌથી આગળ છે. હાલ આ દેશોને ઈરાન સમર્થિત હુતી સમુહથી ખતરો વધી રહ્યો છે. આ જ કારણ છે તેઓ ભારતના સુપરસોનિક મિસાઈલમાં રસ દાખવી રહ્યાં છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં સાઉદી અરબની સેના ઉપર પાકિસ્તાનનો પ્રભાવ જોવા મળતો હતો. જો કે, હાલના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાકિસ્તાનને બદલે ભારતને વધારે મહત્વ આપી રહ્યાં છે. જો ભારત અને સાઉદી વચ્ચે બ્રહ્મોસને લઈને ડીલ થાય તો પાકિસ્તાન માટે આ મોટા ઝટકા સમાન હશે. તાજેતરના વર્ષોમાં ભારત અને સાઉદી અરબ વચ્ચેના સંબંધ વધારે સુધર્યાં છે. બંને દેશની સેનાઓએ એક સયુંક્ત અભ્યાસ પણ કર્યું હતું. ભારત અને સાઉદી અરબ વચ્ચે વધતી મિત્રતા પાકિસ્તાનને ખુંચતી હોવાનું ચર્ચાય રહ્યું છે.

ભારત અને રશિયા દ્વારા બનાવાયેલી બ્રહ્મોસ મિસાઈલ સુપરસોનિક સ્પીડથી 450 કિમી દૂર દુશ્મનોના ઠેકાણાને નાબુદ કરવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલ 200 કિમીનું વોરહેડ લઈ જવામાં પણ સક્ષમ છે. એટલું જ નહીં હવામાં હુમલો કરવાની સાથે સાથે જમીન ઉપર હુમલાને પણ અંજામ આપવામાં માહિર છે. આ જ કારણ છે કે, દુનિયાના અનેક દેશો તેને પોતાની દેશની સેનામાં સામેલ કરવાનું વિચારી રહ્યાં છે.