Site icon Revoi.in

ઈન્સ્ટાગ્રામના કેટલાક નવા ફીચર કે જે યુઝર્સને આવી રહ્યા છે ખુબ પસંદ,જાણો તે ફીચર વિશે

Social Share

ઈન્સ્ટાગ્રામ આજકાલ લોકોને પહેલી પસંદ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, મોટાભાગના લોકો પોતાના મેઈન એન્ટરટેઈન્મેન્ટ સ્ત્રોત માટે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે. આવામાં ઈન્સ્ટાગ્રામ દ્વારા કેટલાક નવા ફીચરને એડ કરવામાં આવ્યા છે જે યુઝર્સને વધારે પસંદ આવી રહ્યા છે.

આ ફીચર્સમાં પહેલું ફીચર છે કે ઈન્સ્ટાગ્રામમાં હવે યુઝર્સ પોતાના ફીડને નાનું કર્યા વગર ઈનબોક્સને એકસેસ કરી શકે છે. એટલે કે યુઝર્સ પહેલા કરતા વધારે સરળતાથી ચેટમાં જવાબ આપી શકે છે.

આ ઉપરાંત નવા ફીચર્સ ટોપ પર દેખાય તે માટે પણ ઈન્સ્ટાગ્રામ દ્વારા કામ કરવામાં આવ્યું છે અને યુઝર્સને કોઈપણ મેસેજને શેર કરવા માટે ટેપ કરીને હોલ્ડ કરવાનું રહેશે. ઈન્સ્ટાગ્રામ દ્વારા યુઝર્સને પસંદ આવે તે માટે લોફી ચેટ થીમને પણ લોંચ કરવામાં આવી છે અને છેલ્લા કેટલાક દિવસમાં ઈન્સ્ટાગ્રામના યુઝર્સ આને ખુબ પસંદ પણ કરી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર આમ તો બધાના મેસેજ સાઈલેન્ટ હોય છે પણ હવે કંપની દ્વારા સાઈલેન્ટ ફીચરને પણ એડ કરવામાં આવ્યું છે, આ ફીચરમાં અવાજ સાથે આગળના વ્યક્તિને સૂચિત કરતું નથી, જેથી તમે જ્યારે વ્યસ્ત હોય તો તમારા મિત્રોને નોટિફિકેશન આપોઆપ મળી જાય છે.