Site icon Revoi.in

હરિયાણામાં પર્વતનો કેટલાક ભાગ થયો ધસી પડ્યો, બેના મૃત્યુની આશંકા

Social Share

દિલ્હીઃ હરિયાણાના ભિવાનીના ખનન વિસ્તાર દાદમમાં પહાડ ધરી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ બનાવમાં બે લોકોના મોત થયા છે, તેમના મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ઘટના પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચે લગભગ 15-20 લોકો અને 10 વાહનો દટાયા છે. હજુ સુધી મૃત્યુની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.

હરિયાણા પોલીસના જણાવ્યા અનુસાર બે લોકો ઘાયલ થયાના અહેવાલ છે. દુર્ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલા કૃષિ મંત્રી જેપી દલાલે કહ્યું કે કેટલાક લોકોના મોત થયા છે પરંતુ હું અત્યારે ચોક્કસ આંકડા આપી શકું તેમ નથી. ડોક્ટરોની ટીમ આવી પહોંચી છે. અમે લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક ઘાયલોને હિસાર લઈ જવામાં આવી રહ્યા છે.

ખાણકામમાં ઉપયોગમાં લેવાતા પોપલેન્ડ અને અન્ય ઘણા મશીનો પણ કાટમાળ નીચે દટાઈ ગયા છે. પર્વત લપસવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પહાડ પોતાની મેળે સરકી ગયો છે કે પછી બ્લાસ્ટને કારણે આ દુર્ઘટના બની છે, તે અંગે હજુ કંઈ કહી શકાય તેમ નથી. ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.

તોશામ પ્રદેશના ખાનક અને દાદમમાં, પર્વતીય ખાણકામ મોટા પાયે થાય છે. પ્રદુષણના કારણે બે મહિના પહેલા ખાણકામ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એનજીટીએ ગુરુવારે જ માઇનિંગ કામગીરી ફરી શરૂ કરવાની મંજૂરી આપી હતી. એનજીટીની મંજુરી મળ્યા બાદ ખનનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

Exit mobile version