Site icon Revoi.in

ગ્રેટર નોઈડાની ઈમારતમાં આગ લાગતા કેટલાક લોકોએ જીવ બચાવવા બારીમાંથી દોરડાથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો

Social Share

નવી દિલ્હીઃ ગ્રેટર નોઈડાના ગ્રેનો વેસ્ટમાં એક ઈમારતમાં આગ લાગી હતી. આગની ઘટનાને પગલે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી દોરડા મારફતે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. આગની આ ઘટના શોર્ટ સરકીટથી બની હોવાનું જાણવા મળે છે. આગની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આગની આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાની નહીં સર્જાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર ગ્રેટર નોઈડાના ગ્રેનો વેસ્ટમાં આવેલી  એક બહુમાળી ઈમારતમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. તેમજ લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. આગ લાગ્યા બાદ ઈમારત ઉપરથી કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે નીચે કૂદતા જોવા મળ્યા હતા. ગ્રેટર નોઈડાના ગૌર સિટી 1 સ્થિત આ ઈમારતમાં આગ લાગ્યા બાદ આગના ધુમાડા ઘણા દૂર સુધી ઉડતા જોવા મળ્યા હતા. ઈમારતમાં આગ લાગતા કેટલાક લોકો દોરડાની મદદથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ આગમાં કુલ 05 વ્યક્તિઓ ઘાયલ થયાના અહેવાલ છે, જેમાંથી એક મહિલા સહિત 3 વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ફાયર બ્રિગેડની 5 ગાડીઓ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. આ ઈમારતમાં શોર્ટ સરકીટના કારણે આગ લાગી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી લટકી રહ્યાનું કેદ થયું છે.