Site icon Revoi.in

ભારતના કેટલાક એવા સ્થળો,જે વિદેશી સ્થળો કરતા પણ છે વધારે સુંદર

Social Share

ભારતમાં કેટલાક લોકોને વિદેશોમાં ફરવાનો વધારે શોખ હોય છે. લોકો ઈચ્છતા પણ હોય છે કે ક્યારેક તો તે લોકો વિદેશમાં ફરવા જશે પરંતુ તેઓ વધારે ખર્ચના કારણે જઈ શકતા નથી. પણ હવે આ લોકોએ ચીંતા કરવાની જરૂર નથી કારણ કે ભારતમાં પણ એવા સ્થળો છે જે વિદેશના સ્થળો કરતા પણ વધારે સુંદર છે.

જો સૌથી પહેલા વાત કરવામાં આવે આંદામાનની તો બહાર જઈને દરિયાઈ જીવોની સુંદરતા ખૂબ નજીકથી જોવાની ઈચ્છા હોય તો તમે આંદામાન જઈ શકો છો. આ જગ્યા ખૂબ જ સુંદર છે. તમે અહીં વોટર સ્પોર્ટ્સની મજા માણી શકો છો. એડવેન્ચર એક્ટિવિટીના શોખીન લોકો માટે આ જગ્યા ખૂબ જ સારી છે.

આ ઉપરાંત ઉત્તર ભારતના સ્થળની વાત કરવામાં આવે તો હિમાચલમાં સ્થિત ખજ્જિયારની મુલાકાત લઈ શકો છો. સ્વિત્ઝર્લેન્ડ જવાની ઈચ્છા છે, પરંતુ ઓછા બજેટને કારણે જો તે શક્ય ન હોય તો તમે ખજ્જિયાર જઈ શકો છો. આ સિવાય તમે કાશ્મીરના ગુલમર્ગમાં બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડની સુંદરતાનો આનંદ માણી શકશો.

હિમાચલ પ્રદેશમાં આવેલી મંડી સ્કોટલેન્ડથી ઓછી નથી. તમે અહીં આસપાસના સુંદર દૃશ્યોનો આનંદ માણી શકશો. ચારેબાજુ હરિયાળીથી ઘેરાયેલા સુંદર નજારા તમારા મનને મોહી લેશે. મંડીમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે ફરવા જઈ શકો છો. તમે અહીં રેવાલસર તળાવ, ત્રિલોકનાથ શિવ મંદિર, ભૂતનાથ મંદિર અને સુંદર નગર જેવા સ્થળોની મુલાકાત લેવા જઈ શકો છો.