Site icon Revoi.in

એક બાજુ દેશમાં ઠંડીનું જોર, તો કેટલાક એવા સ્થળો જ્યા હાલ પણ લાગી રહી છે ગરમી જ ગરમી – જાણો

Social Share

ડિસેમ્બર મહિનો અટલે ભર ઠંડીની મોસમ, જ્યા હાલ ઉત્તર ભારતની ઠંડીએ કમર કસી તો દેશની રાજધાની દિલ્હીમાં તાપમાનનો પારો 7 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. એનસીઆરમાં પણ સવારે અને સાંજે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે દેશમાં કેટલાક એવા પણ સ્થળો છે જ્યા ઠંડીની ઋતુમાં પણ તમને ગરમીની અનુભુતિ થાય છે.

ચાલો જાણીએ કેટલાક એવા સ્થળો વિશે કે જ્યા ગરમી હજુ પણ જવાનું નામ નથી લઈ રહી .તમને જાણીને ચોક્કસ આશ્ચર્ય તો થશે જ કે, આટલી ઠંડીની ઋતુમાં પણ દેશમાં આવા ગરમ પ્રદેશો છે કે જ્યા ગરમી લાગે છે, તો હા, દેશમાં ઘણા સ્થળો એવા છે જ્યા ડિસેમ્બરમાં પણ ગરમી લાગી રહી છે, જ્યા 34 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ છે

ગોવામાં આવેલું પણજી  – ગોવાનું પણજી જ્યા લોકોને ઠંડીથી રાહત મળી રહી છે. અહીંનું સૌથી વધુ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 19  ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે. આ વિસ્તાર પર્યટકોમાં એક સારો પર્યટન સ્થળ પણ માનવામાં આવે છે

મહારાષ્ટ્રમાં આવેલું રત્નાગિરી– હાલમાં મહારાષ્ટ્રના રત્નાગીરીમાં ઠંડી કે ઠંડી જેવી કોઈ પણ વસ્તુનું નામ નથી. અહીં પણ તાપમાન 32  ડિગ્રી સેલ્સિયસ  સુધી વધતું જોવા મળે છે અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ સુધી જાય છે, જેમાં ઠંડી લાગવાનો કોઈ ચાન્સ નથી.

નવી મુંબઈ– મહારાષ્ટ્રના નવી મુંબઈમાં પણ સ્થિતિ એવી છે કે, જેને ઠંડી ન પસંદ હોય તેવા લોકો અહી આવી શકે છે, કારણ કે, અહીંનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતું હોય છે. અહીં ઠંડીનો એહસાસ માત્ર સુર્યાસ્ત પછી થાય છે.

કેરળમાં આવેલું કોઝિકોડ  – કોઝિકોડ કેરળમાં આવેલો વિસ્તાર છે, અહીં દિવસ દરમિયાન કોઝિકોડનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, જ્યારે રાત્રે અને સવાર દરમિયાન લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહે છે. કોચિમાં કોટ્ટયમ નામનું એક સ્થળ પણ છે જ્યાં આજકાલ ગરમીનો પારો 34 ડિગ્રી સુધી જઈ રહ્યો છે.

કેરળમાં આવેલું કોચી  – દક્ષિણ ભારતના કેરળ રાજ્યના શહેર કોચિમાં પારો આ દિવસોમાં 32 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. અહીં સવાર અને સાંજે ખૂબ ઠંડી લાગતી નથી આ વિસ્તારનું લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે.

કર્ણાટકમાં આવેલું મેંગલુરુ– કર્ણાટકનું આ સ્થળ મેંગલુરમાં પણ હવામાનની સમાન સ્થિતિ જોવા મળે છે. આ શિયાળાની સીઝનમાં સૌથી વધુ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ રહ્યું છે. એટલે કે, આ સ્થળે શિયાળા જ્વુમ હાલ પણ કઈ લીગી રહ્યું નથી

ગુજરાતમાં આવેલું જુનાગઢ – ગુજરાતના જુનાગઢ હાલમાં પણ વાતાવરણ ઠંડુ જોવા મળતું નથી, દિવસ દરમિયાન પારો 32 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ રહ્યો છે. સવાર અને સાંજ દરમિયાન લઘુત્તમ પારો 14 ડિગ્રી સેલ્સિયસ પર આવે છે.સાંજે અને સવારે ઠંડીનું જોર અહી જોવા મળે છે.

કાવરત્તી (લક્ષદ્વીપ) – ઘણા વિશેષ પર્યટન સ્થળો માટે પ્રખ્યાત લક્ષદ્વીપમાં શીત લહેરનું નામોનિશાન જોવા નથી મળતું. દિવસ દરમિયાન તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહે છે. લઘુત્તમ તાપમાન પણ 26 ડિગ્રી સેલ્સિયસ ઘટી રહ્યું છે.

આ એવા પ્રદેશો છે કે જ્યા હાલ ઠંડીની ઋુતુમાં દિવસભર ગરમીનો અહેસાસ થાય છે, જો કે આ સ્થળો પર ઠંડીનું પ્રમાણ માત્ર સાવેર અને સાંજે  જોવા મળએ છએ ,અહી મોટે ભાગે ગરમીનું વાતાવરણ ડિસેમ્બર મહિનામાં પણ જોવા મળી રહ્યું છે, વઝુ ઠંડીના દિવસોમાં આ સ્થળો ફરવા માટેના ખાસ સ્થળો છે.

સાહિન-