Site icon Revoi.in

સોનાક્ષી સિન્હાની વેબસિરીઝ ‘દહાડ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, પોલીસના રોલમાં જોવા મળી અભિનેત્રી

Social Share

મુંબઈઃ- બીટાઉનની દબંગ ફઇલ્મથી જાણીતી બનેલી  અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ બોલિવૂડ જગતમાં અનેક સફળ ફિલ્મો આપી છે ત્યારે હવે અભિનેત્રી ઓટીટી પ્લેટફઓર્મ પર ડેબ્યુની તૈયારીમાં જોવા મળે છે,  સોનાક્ષી સિન્હાની અપકમિંગ વેબ સિરીઝ દહાદને લઈને તે ચર્ચામાં છે.ત્યારે હવે આ દહાડ વેબ સિરીઝનું ટ્રેલ રિલીઝ કરવામાં આવ્યું છે.

આ વેબ સિરીઝનું પ્રીમિયર બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાનાર છે. હવે આ વેબ સિરીઝની રિલીઝ ડેટ પણ નક્કી કરવામાં આવી ચૂકી છે  પ્રાઇમ વિડિયોએ જે ​​તેની ક્રાઇમ ડ્રામા ઓરિજિનલ સીરિઝ, દહાદ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ વર્ષની શરૂઆતમાં બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થનારી પ્રથમ ભારતીય સિરીઝ બન્યા બાદ, દહાદ હવે 12 મે ના રોલ પ્રસારિત કરવામાં આવશે.

આ સિરીઝનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં સોનાક્ષી સ્પેશિયલ કોપ બનીને પોતાનો રુઆબ  બતાવતી જોવા મળે છે. , અભિનેત્રી પોલીસ અધિકારીની યુનિફોર્મ પહેરીને મજબૂત પાત્રમાં જોવા મળે છે.  સ્ટાર કાસ્ટની વાત કરીએ તો આ વેબ સિરીઝમાં સોનાક્ષી સિંહા, વિજય વર્મા, ગુલશન દેવૈયા અને સોહમ શાહ મુખ્ય ભૂમિકામાં છે.

દહાડનું નિર્દેશન રીમા કાગતી અને રૂચિકા ઓબેરોય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આ વેબ સિરીઝમાં સોનાક્ષી સિન્હા એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે .જો ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલરની શરૂઆત સોનાક્ષી સિન્હાએ તેની બહેનના ફોચો એવા માણસને બતાવી છે જે કહે છે, “ક્રિષ્ના માય સિસ્ટર “, જેને સોનાક્ષી તેની ઉંમર પૂછે છે. આ પછી અન્ય વ્યક્તિ તેની બહેન છ મહિનાથી ગુમ થયાની ફરિયાદ નોંધાવવા આવે છે. આ પછી 27 મૃત છોકરીઓના રહસ્યને ઉકેલવા માટે અલગ-અલગ જગ્યાએથી સોનાક્ષી પાસે કેસ આવે છે, આ કેસની ગુથ્થી સુલઝાવવા માટે સોનાક્ષીની આ વેબ સિરીઝ જોવી રહી.

Exit mobile version