Site icon Revoi.in

મહાશિવરાત્રી પર ટ્રોલ થવા બાબતે સોનુ સૂદે ફેન્સએ આપ્યો ખાસ મેસેજ – કહ્યું, ‘ઈશ્વર ચિત્ર નથી ,ચરિત્રમાં વસે છે’

Social Share

મુંબઈ – કોરોનાકાળમાં તથા લોકડાઉનમાં જરૂરિયાતમંદોનો મસિહા બનનારા બોલીવુડ અભિનેતા સોનુ સૂદ આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. તેઓ સતત કોઈની મદદે આવીને તો ક્યારેક સોશ્યલ મીડિયા પર પોતાના વિચારો શેર કરીને સમાચારની હે઼ડલાઈન બનતા રહે છે.

જોકે, મહાશિવરાત્રી પર કેટલાક લોકો દ્વારા તેમને ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. હવે તેણે ફરી એકવાર તેમના ટ્વિટર એકાઉન્ટથી એક વૈચારિક પોસ્ટ શેર કરી છે, જેના દ્વારા તે ચાહકોને ખાસ સંદેશ આપી રહ્યો છે. વપરાશકર્તાઓ આનો ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને તેની પ્રશંસાઓ પણ કરી રહ્યા છે.

ઘણી ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરનાર બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ હવે માનવતાનો સંદેશો આપી રહ્યા છે. તેcણે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર તેમના વિચારો શેર કર્યા અને લખ્યું ‘ભગવાન ચિત્રમાં નહીં ચરિત્રમાં વસવાટ કરે છે, તમારી આત્માને મંદિર બનાવો !! હરહર મહાદે ‘

સોનુ સૂદના ટ્વિટ પર તમામ પ્રકારના રિએક્શન મળી રહ્યા છે. મોટાભાગના લોકો તેમની પ્રશંસામાં ટ્વિટ કરી રહ્યા છે. તેcના ચાહકો ઘણો પ્રેમ આપી રહ્યા છે. તે જ સમયે, કેટલીક રમુજી ટિપ્પણીઓ પણ જોવા મળી હતી, જેમાં કેટલાક લોકોએ સોનુ પાસે લવ મેરેજ કરવામાં મદદ માંગી હતી.

જ્યાં બોલિવૂડના કેટલાક સ્ટાર્સ તેમની કારમાંથી નીચે પણ ઉતરતા નથી, ત્યા સોનુ સૂદ કેટલાક સમયથી સમાજસેવામાં આગળ જોવા મળ્યા છે. જોકે કેટલાક લોકો એવું પણ માને છે કે સોનુ તેની રાજકરણમાં આવવા માટે આ કાર્યો કરી રહ્યો છે. જો કે હકીકત તો એક્ટર પોતે જ કહી શકે.પરંતુ એટલપં કહેવું ચોક્કસ રહ્યું કે, કોરોનાકાળમાં સોનુ સૂદ અનેક લોકોની મદદે આવીને માનવતા ઘર્મ નિભાવ્યો છે.

સાહિન-

Exit mobile version