Site icon Revoi.in

અભિનેતા સોનુ સૂદે 20 કરોડની ટેક્સ ચોરીને લઈને પોતાનું મૌન તોડ્યું – જાણો અભિનેતા એ શું કહ્યું

Social Share

મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસોથી જાણીતા અભિનેતા સોનુ સૂદ ચર્ચામાં જોવા મળે છે, વિતેલા દિવસોમાં સોનૂના ઘરે આયકર વિભાગની રેડ પાડવામાં આવી હતી જેમાં એધિકારીઓએ 20 કરોડની ટેક્સ ચોરીનો અભિનેતા પર આરોપ લગાવ્યો છે,આ મામલે CBDT મારફત કહેવામાં આવ્યું છે કે, અભિનેતા અને તેના સાથીઓ સહયોગીઓના પરિસરમાં તપાસ કરતા વખત દરમિયાન 20 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી સંબંધિત પુરાવા મળી આવ્યા છે.

આઈટીના દરોડા પડ્યાના બે દિવસો બાદ અભિનેતા સોનુ સૂદે 20 કરોડની કરચોરી પર પોતાની વાત રજૂ કરી છે. આ મામલે નિવેદન આપતા અભિનેતા એ ટ્વિટ કરીને કહ્યું ચે, મેં મારી ક્ષમતાપ્રમાણે ભારતના લોકોની ભલાઈ માટે કામ કરવાનો સંકલ્પ લઈ ચૂક્યો છે. હું રાહ જોઈ રહ્યો છું કે મારા ફાઉન્ડેશનમાં જમા નાણાંના છેલ્લા હપ્તા સુધી  હું કોઈક રીતે જરૂરિયાતમંદ લોકોનો જીવ બચાવી શકું છું.

આ સાથે જ તેણે આગળ લખ્યું છે કે, મે ઘણા પ્રસંગોએ મેં મોટી બ્રાન્ડ્સને મારી ફીના બદલામાં લોકોની મદદ કરીને ભલાઈનું કામ કરવા કહ્યું છે. મારી યાત્રા ચાલુ રહેશે. તેમણે અંતમાં લખ્યું છે કે કર ભલુ, થાય ભલુ અને અંત ભલાનું  સારો ,તેમણે કટાક્ષ કરતા લખ્યું છે કે હર વખતે કહાનિ કહેવાની જરુર નથી સમય બધુ કહેશે.

સોનુ સૂદે લખ્યું – મારા ઘરે આવેલા કેટલાક મહેમાનો એટલે કે આવકવેરા અધિકારીઓને કારણે, હું છેલ્લા ચાર દિવસથી લોકોની સેવા કરી શક્યો ન હતો, પરંતુ હવે હું પાછો ફર્યો છું. કર ભલા હો ભલા ,  અંત ભલાનો સારો।

આવકવેરા વિભાગનું કહેવું છે કે તેમની પાસે અભિનેતા વિરુદ્ધ પૂરતા પુરાવા છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ તેમના નિવેદનમાં જણાવ્યું છે કે અભિનેતાએ બનાવટી સંસ્થાઓ પાસેથી બોગસ અને અસુરક્ષિત લોનના રૂપમાં બિનહિસાબી નાણાં જમા કરાવ્યા હતા. સીબીડીટી અનુસાર, મુંબઈ, લખનૌ, કાનપુર, જયપુર, દિલ્હી, ગુરુગ્રામ સહિત અભિનેતાના કુલ 28 પરિસર પર દરોડા પાડવામાં આવ્યા હતા.