Site icon Revoi.in

સાઉથના સ્ટાર અલ્લૂ અર્જુન પુર પીડિતોની મદદે આવ્યા – આંઘ્રપ્રદેશના સીએમ રાહત ફંડમાં લાખો રુપિયાનું કર્યું દાન

Social Share

મુંબઈઃ-બોલિવૂડના ઘણા સ્ટાર્સ અનેક વખત લોકોની મદદે આવ્યા છે, ત્યારે સાઉથના સ્ટાર અલ્લૂ અર્જુન પણ આ શ્રેણીમાં જોવા મળ્યા છે, કોરોના મહામારીમાં ઘણા સેલિબ્રિટીઓ એ લોકોની મદદ કરી છે ત્યારે ઘણા સિતારાઓએ લાખો રૂપિયાનું દાન આપ્યું અને કોરોના સામે લડતમાં ફાળો આપ્યો. એક બાજુ જ્યાં કોરોનાનું યુદ્ધ હજી ચાલે છે, બીજી તરફ, આંધ્રપ્રદેશના લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. ત્યારે અલ્લૂ અર્જુન પુર પિડીતોની મદદે આવ્યા છે.

જાણીતા સ્ટાઈલિશ સ્માર્ટએક્ટર અલ્લુ અર્જુન પુર પીડિતોને મદદ કરવા અને દાન આપવાનું કાર્ય આગળ ધપાવ્યું છે. અલ્લુ અર્જુનએ મુખ્યમંત્રી રાહત ભંડોળમાં દાન કર્યું છે અને તેણે તેને તેના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર આ વાત શેર પણ કરી છે.

https://www.instagram.com/alluarjunonline/?utm_source=ig_embed&ig_rid=91731031-9394-40ab-a194-8368d9044430

અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું છે કે ‘મારું દિલ આંધ્રપ્રદેશના લોકો માટે છે, જે તાજેતરમાં પૂરથી પ્રભાવિત થયા છે. પૂરથી અસરગ્રસ્ત આંધ્રપ્રદેશના લોકો વિશે વિચાર કરીને મારું હૃદય દ્રવી ઉઠે છે. પુનર્વસનના પ્રયત્નોમાં સહાય માટે મેં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં 25 લાખ ફાળો આપ્યો છે.ત્યારે હવે અલ્લૂની આ સરહાનિય કામગીરી જોઈને સાહકોએ તેના પર પ્રેમ દર્શાવ્યો છે.

Exit mobile version