Site icon Revoi.in

સાઉથ સુપર સ્ટાર રજનિકાંતનું ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કર્યું સમ્માન –

Social Share

દિલ્હીઃ- સાઉથના સુપર સ્ટાર રજનિકાંતે પોતાની એક એલગ જ ઓળખ બનાવી છે,તેઓ લાખો દિલમાં રાજ કરતા અભિનેતા છે તેમની એક્શનના લોકો દિવાના છે ત્યારે વિતેલી કાલે 24 જૂલાઈના રોજ ઈન્કમ ટેક્સ દિવસ પર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેમનું સમ્માન કર્યું છે

પ્રાપ્ત જાણકારી  ચેન્નાઈમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા અભિનેતા રજનીકાંતનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમ્માન તેઓને સમયસર ટેક્સ ભરવા બદલ આપવામાં આવ્યું છે. 

https://www.instagram.com/aishwaryarajini/?utm_source=ig_embed&ig_rid=f37ac735-72f7-4cc5-adef-d6d5586d3f48

આ ખુશીના પ્રસંગ વિશે રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાએ આ માહિતી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.તેમના આ સમ્માનને લઈને તેમના ચોહકો તેમની પ્રસંશા કરતા થાકતા નથી. 24મી જુલાઈ રવિવાર ઈન્કમટેક્સ ડે હતો. આ પ્રસંગે યોજાયેલા ફંક્શનમાં રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા તેના પિતા તરફથી આ એવોર્ડ લેવા આવી પહોચ્યા હતા.કેટલાક કારણો સર અભિનેતા રજનિકાંત પોતે નહોતા આવી શક્યા.

જો તેમનાફિલ્મી કેરિયર વિશે વાત કરીએ તો રજનીકાંત ફિલ્મ નિર્માતા નેલ્સન દિલીપ કુમાર સાથે ફિલ્મ જેલરમાં કામ કરશે. કન્નડ એક્ટર શિવરાજકુમાર ફિલ્મમાં લીડ રોલમાં છે. તેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.