Site icon Revoi.in

સાઉથ સુપર સ્ટાર રજનિકાંતનો સાઉથમાં ક્રેઝ – ફિલ્મ ‘જેલર’ રિલીઝના દિવસે આ બે શહેરોમાં ઓફીસમાં રજાઓ અપાઈ

Social Share

બેંગલુરુઃ- સાઉથ ફિલ્મનો ક્રેઝ હવે બોલિવૂડની જેમ વઘતો જઈ લરહ્યો છે એમા પણ કેટલાક સાઉથના સુપર સ્ટારની મૂવી રિલીઝ થવાની હોય. ત્યારે એક અનેરો ઉત્સાહ જોવા મળએ છે 10 ઓગસ્ટના રોજ સાઉથ  સુપર સ્ટાર થલાઈવા એટલે કે રજનિકાંતની ફિલ્મ જેલર રિલીઝ થવા જઈ સરહી છે ત્યારે આ ફિલ્મને જોવા માટે લોકો ઉત્સુક બન્યા છે.

જાણકારી પ્રમાણેમેગાસ્ટાર રજનીકાંતની ફિલ્મ જેલર ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. થલાઈવાની આ ફિલ્મની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ જેલર 10 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં રજનીકાંતની ફેન ફોલોઈંગને જોતા ચેન્નાઈ અને બેંગ્લોરમાં રજા જાહેર કરવામાં આવી છે.

જાણકારી અનુસાર આ રજા તમિલ ફિલ્મ જેલર જોવા માટે જાહેર કરવામાં આવી છે. આટલું જ નહીં, ચેન્નાઈ અને બેંગ્લોરમાં કેટલીક કંપનીઓએ તેમના કર્મચારીઓને રજનીકાંતની ફિલ્મોની ફ્રી ટિકિટ પણ વહેંચી છે.

Exit mobile version