Site icon Revoi.in

સાઉથ સુપર સ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ ‘લીઓ’નું ધમાકેદાર ટિઝર રિલીઝ

Social Share

મુંબઈઃ- આજકાલ સિનેમાઘરોમાં સાઉથની ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે, સાઉથના સુપર સ્ટારની હિન્દી રિમેક જોરદાર હિટ જઈ રહી છે,ત્યારે હવે જાણીતા સુપર સ્ટચાર થલાપતિ વિજયની 67મી ફિલ્મનું એલાન થઈ ચૂક્યું છે આ સાથે જ ફિલ્મનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાિણે સાઉથનો સુપરસ્ટાર થાલાપતિ વિજય તેના અભિનય માટે જાણીતો છે. ઘણા સમયથી વિજય તેની આગામી ફિલ્મને લઈને ખૂબ ચર્ચામાં છે. ત્યારે હવે શઓર્ટ ટાઈમમાં અભિનેતા  નિર્દેશક લોકેશ કનાગરાજ સાથે તેની આગામી ફિલ્મમાં જોવા મળશે.

 આ અગાઉ આ દિગ્દર્શકે ફિલ્મની સ્ટારકાસ્ટની જાહેરાત કરી દીધી હતી. હવે આ ફિલ્મનું નામ પણ સામે આવ્યું છે અને નામની સાથે જ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.ફિલ્મ નિર્દેશક લોકેશે થાલાપતિ વિજયની 67મી ફિલ્મના નામની જાહેરાત કરી છે. નામની સાથે નિર્માતાઓએ એક ધમાકેદાર ટીઝર પણ શેર કર્યું છે. ફિલ્મનું નામ લીઓ છે.

જે ટીઝર સામે આવ્યું છે તેમાં જોઈ શકાય છે કે વિજય ચોકલેટ બનાવતો જોવા મળી રહ્યો છે. પરંતુ તેની શૈલી સંપૂર્ણપણે અલગ છે, જો ફિલ્મની રિલીઝ વિશે વાત કરીએ તો તે પણ તારીખ જાહેર કરવામાં આવી છે.

વિજયની આ ફિલ્મ 19 ઓક્ટોબર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે, ફિલ્મનું શૂટિંગ હાલ  ચાલી રહ્યું  સ્ટાર કાસ્ટ ફિલ્મના શૂટિંગ માટે કાશ્મીર રવાના થઈ ગઈ છે.આ ફિલ્મમાં વિજય સિવાય બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં સંજય દત્તનું પાત્ર વિલનનું છે. ત્યારે હવે અનેક સાઉથની ફઇલ્મની જેમ આ ફિલ્મ પણ હિટ જાય છે કે કેમ તે જોવું રહ્યું.

Exit mobile version