Site icon Revoi.in

સપાના નેતા મુલાયમસિંહ યાદવનો પાર્થિવ દેહ પોતાના વતન સૈફઈ પહોચ્યો – સીએમ યોગીએ આપી શ્રદ્ધાંજલી

Social Share

લખનૌ – સમાજવાદી પાર્ટીના નેતા એવા મુલાયમ સિહં યાદવનું આજરોજ સવારે લાંબી બીમાકી બાદ 82 વપ્ષની વયે નિધન થયું છે તેમના અંતિમ સંસ્કાર સૈફઈ ખાતે આવતી કાલે બપોરે 3 વાગ્યે રાજકિય સમ્માન સાથે કરવામાં આવશે ત્યારે આજે તેમનું પાર્થિવ હેદ સૈફઈ પહોચ્યું છે અહી તેમના ચાહકોની ભારે ભીડ જામી છે લોકો તેમને યાદ કરી રહ્યા છે અને (દ્ધાજંલી પાઠવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સપાના નેતાની લોકપ્રિયતા ઘણી છે.

મુલાયમ સિંહ યાદવનો મૃતદેહ તેમના વતન ગામ સૈફઈ પહોંચી છે ત્યારે હજારો લોકો તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. નેતાજીના અંતિમ દર્શન કરવા માટે સૈફઈ સહિત મૈનપુરી, ઈટાવામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, આ સાથે જ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મુલાયમ સિંહ યાદવને તેમના પૈતૃક નિવાસસ્થાન સૈફઈ ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી.

આ સહીત  મુલાયમ સિંહ યાદવના મૃતદેહને જોઈને ત્યાં હાજર લોકોની આંખો નમ થઈ ગઈ.અનેક લોકો શોકની લાગણીમાં ડૂબેલા જોવા મળ્યા છેતેમના નિવાસ સ્થાનથી લગભગ 2 કિલોમીટર દૂર સુધી  અંતિમ દર્શન માટે ભીડ જોવા મળી છે,આ ભીડ જોતા જ નેતાજીની લોકપ્રિયતાનો અંદાજો લગાવી શકાય છે.

Exit mobile version