Site icon Revoi.in

અયોધ્યામાં કારસેવકો પર ગોળીબારને સપાના નેતા સ્વામીપ્રસાદ મૌર્યે યોગ્ય ઠેરવ્યો!

Social Share

લખનૌ: અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ પર બની રહેલા ભવ્ય રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી ચાલી રહી છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વામી પ્રસાદ મૌર્યે ફરી એકવાર પોતાના નિવેદનથી જૂના જખ્મોને ખોતરીને ભાજપને નવો મુદ્દો આપી દીધો છે. સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યે કારસેવા દરમિયાન કારસેવકો પર ગોળીબાર કરાવવાને યોગ્ય ગણાવ્યું છે. તેમણે કહ્યુ છે કે તે સમયની ઉત્તર પ્રદેશ સરકારે અમનચેન માટે ગોળી ચલાવડાવી હતી. ગોળી ચલાવડાવીને સરકારે પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું.

કારસેવકોને અરાજક તત્વની સંજ્ઞા આપતા સ્વામી પ્રસાદ મૌર્યે કહ્યુ છે કે જે સમયે અયોધ્યામાં રામમંદિર પર ઘટના ઘટી હતી, ત્યાં કોઈપણ અદાલત અથવા વહીવટી આદેશ વગર અરાજક તત્વોએ મોટા પ્રમાણમાં તોડફોડ કરી હતી. તત્કાલિન સરકારે બંધારણ અને કાયદાની સુરક્ષા અને અમનચેન કાયમ કરવા માટે ગોળીબાર કરાવ્યો હતો. સરકારનું આ કર્તવ્ય હતું જેને સરકારે નિભાવ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે આજથી લગભગ 33 વર્ષ પહેલા 1990માં અયોધ્યા જઈ રહેલા કારસેવકો પર ગોલી ચલાવાય હતી.તે સમયે યુપીમાં મુલાયમસિંહ યાદવની આગેવાનીવાળી સમાજવાદી પારટીની સરકાર હતી. મુલાયમસિંહ યાદવના મુખ્યમંત્રી રહેતા કારસેવકો પર ગોળી ચલાવવાના આદેશનો ઘણીવાર ખુદ પણ બચાવ કર્યો હતો. પોલીસે કારસેવકો પર ગોળી ત્યારે ચલાવડાવી હતી, જ્યારે તેઓ સાધુ-સંતોની આગેવાનીમાં અયોધ્યા કૂચ કરી રહ્યા હતા. રામલલા હમ આયેંગે મંદિર વહી બનાયેંગે-જેવા સૂત્રો સાથે કારસેવકોની મોટી ભીડ અયોધ્યા પહોંચવા લાગી હતી. પ્રશાસનના નિર્દેશ પર અયોધ્યામાં કર્ફ્યૂ લાગુ થયો હતો. કારસેવકો અને અન્ય શ્રદ્ધાળુઓને અયોધ્યા જતા પહેલા જ રોકવામાં આવી રહ્યા હતા.વિવાદીત માળખાના દોઢ કિલોમીટર વિસ્તારમાં પોલીસે બેરિકેડિંગ કરી રાખ્યું હતું. આ દરમિયાન કારસેવકોના એક જત્થાએ આગળ વધવાની કોશિશ કરી અને પોલીસે તેમના પર ગોળીઓ ચલાવી હતી.

કારસેવકો પર ગોળીકાંડને લઈને બે દિવસ હંમેશા યાદ કરવામાં આવે છે. પહેલીવાર 30 ઓક્ટોબર, 1990ના કારસેવકો પર ગોળી ચલાવી હતી. બીજીવાર 2 નવમ્બરે હનુમાનગઢી પાસે પહોંચી ગયેલા કારસેવકો પર પોલીસે ગોળીબાર કર્યો હતો. આ બંને ગોલીકાંડોમાં ઘણાં કારસેવકોના બલિદાન થયા હતા. આ ઘટાના બે વર્ષ બાદ 6 ડિસેમ્બર, 1992ના રોજ વિવાદીત ઢાંચાને તોડી પાડવામાં આવ્યો હતો.

કારસેવકો પર ગોળીકાંડે 23 વર્ષ બાદ 2013ના જુલાઈમાં મુલાયમસિંહ યાદવે એક નિવેદનમાં ગોળી ચલાવડાવા પર અફસોસ વ્યક્ત કરતા પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે તેમને આનો અફસોસ છે, પરંતુ અન્ય કોઈ વિકલ્પ ન હતો.