Site icon Revoi.in

16 વર્ષીય સ્પર્શ શાહના શરીરમાં છે 130 ફ્રેક્ચર, આજે પીએમ મોદી સાથે ગાયું રાષ્ટ્રગાન

Social Share

16 વર્ષીય સ્પર્શ શાહે હ્યૂસ્ટન ખાતેના હાઉડી મોદી કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રગાનનું ગાન કર્યું છે. સ્પર્શ શાહના શરીરમાં 130 ફ્રેક્ચર છે અને તે વ્હીલચેયર પર જ છે. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થયા છે. સ્પર્શ શાહે રાષ્ટ્રગાન કર્યું, ત્યારે મંચ પર પીએમ મોદી સાથે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા.

અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતો સ્પર્શ શાહ પીએમ મોદીના કાર્યક્રમમાં ભાગ લીધો છે. આ દરમિયાન તેણે રાષ્ટ્રગાન પણ ગાયુ હતું.  સ્પર્શ શાહ હાઉડી મોદી કાર્યક્રમમાં સામેલ થવાને લઈને ઘણો ઉત્સાહીત છે અને તેની સાથે જ પીએમ મોદીને મળવાની ઘણી રાહ પણ જોઈ રહ્યો હતો.

સ્પર્શ શાહે પીએમ મોદી સાથે મળવાની જાણકારી પોતાના ટ્વિટર પર પણ શેયર કરી છે. તેણે લખ્યું છે કે હું ભારતના વડાપ્રધાનના કાર્યક્રમમાં રાષ્ટ્રગાન ગાવા માટે મળેલા આમંત્રણ પર ઘણો ગર્વ મહસૂસ કરી રહ્યો છું.

16 વર્ષનો સ્પર્શ શાહ એક રેપર, ગાયક, ગીતકાર અને મોટિવેશનલ સ્પીકર છે. તેનો જન્મ ઓસ્ટિયોજેનેસિસ ઈમ્પરફેક્ટા રોગ સાથે થયો હતો. આ બીમારીમાં હાડકા બેહદ કમજોર બની જાય છે અને આસાનીથી તૂટી જાય છે.

જાણકારી પ્રમાણે સ્પર્શ શાહના 130થી વધારે હાડકા તૂટી ચુક્યા છે. તેનું શરીર ઘણું નાજૂક થઈ ગયું છે. જો કે સ્પર્શ શાહ હંમેશા ઊર્જાવાન રહે છે અને હસતો દેખાઈ રહ્યો છે. તે આગામી એમિનેમ બનવા ચાહે છે અને એક અબજ લોકોની સમક્ષ પરફોર્મ કરવા ચાહે છે.

વીલચેયર પર રહેવાવાળો સ્પર્શ શાહ હંમેશા કાર્યક્રમોમાં ભાગ લેતો નજર આવે છે. તે હવે એક સેલિબ્રિટી બની ચુક્યો છે. લોકો તેને સાંભળવાનું પસંદ કરે છે.

સ્પર્શ શાહની જિંદગી અને બીમારીથી તેની લડાઈ પર આધારીત ડોક્યુમેન્ટ્રી બ્રિટલ બોન રેપર માર્ચ 2018માં રિલીઝ થઈ હતી. સ્પર્શ શાહ ત્યારે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેણે એમિનેમનું એક ગીત કવર કરતો એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. તેને લોકોએ બેહદ પસંદ કર્યા હતા.

પીએમ મોદીના કાર્યક્રમમાં સામેલ થવાને લઈને સ્પર્શ શાહે કહ્યુ છે કે આ ઘણી મોટી વાત છે કે હું આટલા લોકોની સામે ગાઈશ. હું રાષ્ટ્રગાન ગાવા માટે ઘણો ઉત્સાહીત છું.

સ્પર્શ શાહે ઘણી સમયથી પીએમ મોદીને મળવા ઈચ્છી રહ્યો હતો. તેમની ઈચ્છા હવે પુરી થઈ રહી છે.

રવિવારે હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં થનારા કાર્યક્રમમાં પીએમ મોદી 50 હજાર લોકોની વિશાળ ભીડને સંબોધિત કરશે. આ કાર્યક્રમને હાઉડી મોદી નામ આપવામાં આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેશે.