Site icon Revoi.in

લો બોલો, કોરોના મહામારીમાં ગાઝીયાબાદની જેલમાં બંધ કેદીઓ અંદર પોતાને માની રહ્યાં છે સુરક્ષિત

Social Share

લ્હીઃ જેલમાંથી મુક્ત થવા માટે કેદીઓ અનેક પ્રયાસો કરે છે. જો કે, ગાઝિયાબાદમાં ચોંકાવારી ઘટના સામે આવે છે. કોરોના સંક્રમણને પગલે ડાસા સ્થિત જિલ્લા જેલમાં સજા ભોગવતા ચાર કેદીઓએ પેરોલ મંજૂર થવા છતા બહાર જવાનો ઈન્કાર કર્યો છે. આ કેદીઓ ગાઝિયાબાદ, શામલી, અલીગઢ અને લુધિયાણા છે. બહાર કરોનાએ અજગર ભરડો લીધો હોવાથી આ ચારેય કેદીઓ જેલમાં પોતાને વધારે સુરક્ષિત માની રહ્યાં છે. જેલમાં બંધ કેદીઓએ પેરોલ ઉપર જવાનો ઈન્કાર કરવા બાબતે જેલસત્તાવાળાઓએ તંત્રને જાણ કરી છે.

જેલ અધિક્ષક આલોકસિંહના જણાવ્યા અનુસાર જેલમાં કોરોના સંક્રમણને ફેલતુ અટકાવવા માટે કેદીઓની સંખ્યા ઓછી કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. જેથી સાત વર્ષથી જેલમાં સજા ભોગવતા 65 વર્ષથી વધુની ઉંમરના કેદીઓને 60 દિવસ પેરોલ ઉપર મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેલમાં બંધ 700થી વધારે કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કરાયો હતો.આ ઉપરાંત 13 મહિલા કેદીઓને મુક્ત કરવાની યાદી પણ મોકલવામાં આવી છે. ગાઝીયાબાદ અને હાપુડના 700 કેદીઓને પેરોલ ઉપર મુક્ત કરવામાં આવ્યાં છે.

અશોક સહગલ, ભીમા, મહીપાલસિંહ તથા બિજેન્દ્ર નામના કેદીઓને પણ મુક્ત કરવાના હતા. જો કે, ચારેય જણાએ જેલમાંથી બહાર નીકળવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, જેલની બહાર અત્યારે કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. અનેક લોકોના મોત થયાં છે. કેદીઓએ કોરોનાથી બચવા માટે જેલને સૌથી સુરક્ષિત જગ્યા બતાવી હતી. જેલમાં બંધ કેદીઓને કોરોનાથી બચાવવા માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ જેલના બે કેદીઓ સંક્રમિત છે. જો કે, અગાઉ 110 કેદીઓ સંક્રમિત થયાં હતા. તેમને જેલમાં સુરક્ષિત જગ્યાએ આઈસોલેટ કરવામાં આવ્યાં હતા.