Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં આજથી મહિલાઓ માટે ખાસ સુવિધા શરુ, બસના ભાડામાં અપાઈ 50 ટકાની છૂટ

Social Share

મુંબઈઃ- મહિલાઓ માટે અનેક રાજ્ય ઘણી સુવિધાઓ વિકસાવે છે ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે આજથી એક ખાસ સુવિધા ફક્ત મહિલાઓ માટે શરુ કરી છે જેમાં બસના ભાડામાં મહિલાઓને ખાસ છૂટ આપવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે રાજ્યની મહિલાઓને મોટી ભેટ આપી છે. હવે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે MSRTC બસમાં મુસાફરી કરતી મહિલાઓને ટિકિટમાં 50 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

ઉલ્લેખનીય છે કે આઝાદીની 75મી વર્ષગાંઠના અવસર પર, મહારાષ્ટ્ર સરકારે MSRTCની તમામ પ્રકારની બસોમાં 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને 100 ટકા અને 65 થી 74 વર્ષની વયજૂથના મુસાફરોને 50 ટકા છૂટની જાહેરાત કરી હતી.

આ સુવિધા રાજ્સયમાં આજથી લાગુ કરાઈ ચૂકી છે. જે હેઠળ મહારાષ્ટ્રની મહિલાઓ રાજ્યમાં જ્યાં પણ બસમાં મુસાફરી કરશે. ત્યાં તેમને તે નિશ્ચિત મુસાફરીના ભાડામાં 50 ટકા રાહત મળશે.

આ મામલે પરિવહન નિગમના જણાવ્યા અનુસાર, મહિલાઓને આ લાભ આપવા માટે રાજ્ય સરકાર MSRTCને રાહતની રકમની ભરપાઈ કરશે.  9 માર્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી દેવેન્દ્ર ફડણવીસે 2023-24 માટે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં તેમણે જાહેર પરિવહન સંસ્થાની બસોમાં તમામ મહિલા મુસાફરોને 50 ટકા રાહત આપવાની જાહેરાત કરી ત્યાર ેઆજથી તે અમલમાં આવી છે.