Site icon Revoi.in

અમદાવાદના મોટેરા સ્ટેડિયમાં બેસીને દર્શકો ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટની મજા માણી શકશે

Social Share

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી દિવસોમાં ચાર ટેસ્ટ શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી એક ટેસ્ટ મેચ અમદાવાદના નવા બનેલા મોટેરા સ્ટેડિયમમાં રમાશે. કોરોનાનું સંક્રમણ ઘટતા સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવ્યાં છે. જેથી અમદાવાદમાં નવા બનેલા મોટેરા સ્ટેડિયમમાં દર્શકો મેચની મજા માણી શકશે. એટલું જ નહીં આ ટેસ્ટના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહે તેવી શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારત અને ઇંગ્લેન્ડ સામે 4 ટેસ્ટ શ્રેણીની પ્રથમ 2 ટેસ્ટ ચેન્નાઈના એમ. ચિદમ્બરમ્બ ખાતે રમાશે. પ્રથમ ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી નથી. જ્યારે બીજી ટેસ્ટ અંગે સસ્પેન્સ યથાવત છે. દરમિયાન 27 ડિસેમ્બરના રોજ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી હતી. જે અનુસાર 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ માટે છૂટ મળશે. દરેક સ્પર્ધાનું ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સ હેઠળ આયોજન થવું જરૂરી છે. જોકે, 2 દિવસ પહેલાં સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ અપડેટ કરેલી SOP અનુસાર 100 ટકા દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રીની મંજૂરી અપાઇ છે. ત્યારે મોટેરા સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પ્રેશકો ઉપસ્થિત રહે તેવી શકયતા છે. અમદાવાદના નવનિર્મિત સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ ડે-નાઈટ ટેસ્ટમાં ઇન્ડિયા ટીમ ઇંગ્લેન્ડ સામે ટકરાશે.