Site icon Revoi.in

તમારી સવારને હેલ્ધી બનાવે છે પાલકનો રસ – તેના સેવનથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે

Social Share

આરોગ્ય માટે લીલાશાકભાજી ખૂબજ હીતાવહ માનવામાં આવે છે, તેમાં રહેલા પ્રોટીન વિટામીન્સ અને મિનરલ સ્વાસ્થ્ય માટે ખૂબજ જરુરી પોષક તત્વો છે.આ સાથે જ પાલકની ભાજીમાં શારીરિક વિકાસ માટેના લગભગ બધા પોષકતત્વો રહેલા હોય છે. તેમાં રહેલા કેટલાય ન્યૂટ્રીયન્ટ્સથી ભરપૂર પાલક એક સુપર-ફૂડ છે. પાલકમાં વિટામિન એ, સી, ઇ, કે અને બી કૉમ્પ્લેક્સ સારા પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તેમાં મેગેનીઝ, કેરોટીન, આયર્ન, આયોડીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ફૉસ્ફોરસ અને આવશ્યક એમિનો એસિડ પણ હોય છે.

પાલકનું સેવન દરેક રીતે ઉપયોગી છે,પાલકનું શાક હોય, સુપ હોય કે પછઈ જ્યુંસ હોય દરેક રીતે પાલકનો ઉપયોગ શરીરને ફાયદો કરે છે,પાલકના જ્યુસમાં એન્ટી-ઑક્સીડેન્ટ્સ મળી આવે છે. જે આપણી ત્વચા માટે ખૂબજ ગુણકારી છે,ત્વચાની ચમક માટે પાલકનો જ્યૂસ પીવો જોઈએ.

પાલકનો જ્યૂસ બનાવા માટે ફ્રેશ પાલકને બરાબર ઘોઈને મિક્સરની જારમાં ક્રશ કરીને અંદર જરુર પ્રમાણે પાણી ઉમેરી લો, તેના સ્વાદમાં વધારો કરવા માટે 2 મરી, થોડો સંચળ અને અડધા લીબુંનો રસ એડ કરીલો,આમ જ્યૂસ સ્વાદમાં પણ સરસ લાગશે અને હેલ્થમાં યકૂબજ ફાયદો કરશે,

જાણો પાલકના ગુણો અને તેનો જ્યૂસ પીવાથી થતા ફાયદા