Site icon Revoi.in

VIDEO: વિરાટ કોહલી હવામાં ઉડ્યો, કર્યો એવો જબરદસ્ત કેચ કે જોઇને તમે પણ સ્તબ્ધ થઇ જશો

Social Share

નવી દિલ્હી: હાલમાં IPL ચાલી રહી છે ત્યારે આઇપીએલમાં કેટલીક એવી રોમાંચક ક્ષણો કેદ થઇ જતી હોય છે જે આપણને જુસ્સો અને જોશ પણ આપે છે અને આપણે તે જોઇને દંગ પણ રહી જતા હોય છે. આઇપીએલ મેચ દરમિયાન વિરાટ કોહલીનું વિરાટ સ્વરૂપ જોવા મળ્યું છે. હવામાં ઉડીને વિરાટ કોહલીએ એવો કેચ પકડ્યો કે બેટ્સમેન, બોલર, અમ્પાયર અને દર્શકો સૌ કોઇ સતબ્ધ થઇ ગયા હતા.

બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ યોજાઇ હતી. જેમાં વિરાટ કોહલીની ફિટનેસ અને શાનદાર ફિલ્ડિંગ જોવા મળી હતી. વિરાટ કોહલીની આ જબરદસ્ત ફિલ્ડિંગની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઇ રહી છે. આપને જણાવી દઇએ કે વિરાટ કોહલી વિશ્વના ટોચના ફિલ્ડરોમાંથી એક છે.

વાત એમ છે કે, રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં વિરાટ કોહલીએ ક્રિસ મોરિસના શોટને જબરદસ્ત રીતે રોકી દીધો હતો. જેને જોઇને સૌ કોઇ દંગ રહી ગયા હતા.

રાજસ્થાનની ઇનિંગની 19 મી ઓવરના ચોથા બોલ પર રોયલ્સના બેટ્સમેન ક્રિસ મોરિસએ ઓફસાઇડની દિશામાં કોન્ટ્રાક્ટ શોટ રમ્યો હતો. બોલ બાઉન્ડ્રી લાઈન ક્રોસ કરવાનો હતો ત્યારે વિરાટ કોહલી ગોળીની ઝડપે રસ્તામાં આવ્યો.

વિરાટે હવામાં ડાઇ કરીને બોલને રોકી દીધો અને આંખના પલકારામાં બોલને વિકેટકીપર તરફ ફેંકી દીધો. વિરાટ કોહલી આ કેવી રીતે કરી શકે તે અંગે ક્રિસ મોરિસ વિશ્વાસ કરી શક્યા નહીં. ક્રિસ મોરિસના ચહેરા પરના હાવભાવ સ્પષ્ટપણે બતાવી રહ્યા હતા કે કોહલીએ તેનો શાનદાર શોટ કેવી રીતે રોકી દીધો છે..