Site icon Revoi.in

BCCIએ કરી જાહેરાત, ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓને કરશે આર્થિક મદદ

Social Share

નવી દિલ્હી: BCCIએ એક મહત્વનો નિર્ણય લીધો છે. BCCIએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. BCCIની વર્ચ્યુલ યોજાયેલી બેઠક દરમિયાન ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલીફાય થનારા ખેલાડીઓને માટે નિર્ણય કરાયો છે. જે મુજબ ખેલાડીઓને તૈયારીઓ અને પ્રશિક્ષણ અર્થે 10 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરાઇ છે.

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહની અધ્યક્ષતા હેઠળ આ બેઠક યોજાઇ હતી. BCCIના એક પદાધિકકારી અનુસાર BCCI ઓલિમ્પિક દળની મદદ કરશે.

આગળ કહ્યુ, મહત્વની બેઠકે આ માટે 10 કરોડ રુપિયાની આર્થિક મદદ ની મંજૂરી આપી છે. જેનો ઉપયોગ ખેલાડીઓની તૈયારીઓ અને તેના અન્ય ઉદ્દેશ્ય માટે કરવામાં આવશે. કેન્દ્રીય રમત-ગમત મંત્રાલય અને ભારતીય ઓલિંમ્પિક સંઘ (IOA) સાથે વાતચીત કરીને રકમ ચુકવણી કરવામાં આવશે.

આગામી 23 જૂલાઇ થી ટોક્યોમાં ઓલિમ્પિક રમતોત્સવ રમાનાર છે. જેમાં 100 થી વધુ ભારતીય ખેલાડીઓ ભાગ લેવા માટે ક્વોલીફાય કરી ચુક્યા છે. જેમાં ભાગ લેનારા ખેલાડીઓ હાલમાં દેશ અને વિદેશમાં તૈયારીઓ કરી રહ્યા છે

નોંધનીય છે કે ટોક્યો ઓલિમ્પિક માટે જનારા ખેલાડીઓના દળને માટે આ પ્રોત્સાહન બળ પૂરું પાડનાર હશે. આ પહેલા IOA એ દ્વારા ચાઇનીઝ કિટ સ્પોન્સરને હટાવી દીધો દેવાયા હતા. ખેલાડીઓ સ્પોન્સર વિનાના યૂનિફોર્મ સાથે ટોક્યોમાં રમતમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો. આમ હવે BCCIની આર્થિક સહાય ઉપયોગી નિવડશે.