Site icon Revoi.in

ICC T 20 Batsman Rankings: કોહલીને થયું નુકસાન તો કે એલ રાહુલને થયો ફાયદો, જાણો યાદી

Social Share

નવી દિલ્હી: ICC T 20માં ભારતીય ક્રિકેટ ટીમના કંગાળ પ્રદર્શન બાદ ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગઇ હતી ત્યારે હવે ICCએ T20 બેટ્સમેનોનું રેન્કિંગ યાદી જાહેર કરી છે. આમાં ભારત માટે ખુશી અને ગમ બંને છે. કારણ કે એક બાજુ જ્યાં આ રેન્કિંગ યાદીમાં ભારતના બેટ્સમેન કે એલ રાહુલને ફાયદો થયો છે તો કેપ્ટન વિરાટ કોહલીને નિરાશા સાંપડી છે.

ICC T 20 વર્લ્ડ કપમાં ભારત તરફથી કે એલ રાહુલે 194 રન કર્યા છે અને તેના માટે તેને આ રેન્કિંગમાં પણ ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. તે આઠમાં સ્થાનેથી પાંચમાં સ્થાને પહોંચી ગયો છે. તેના 727 પોઇન્ટ્સ છે.

ટી-20 ટૂર્નામેન્ટ બાદ ભારતીય ટીમનું સૂકાની પદ છોડી દેનાર વિરાટ કોહલીઆ લિસ્ટમાં હવે ચાર સ્થાન નીચે એટલે કે તે આઠમાં ક્રમાંકે સરકી ગયો છે. તેનો 698 પોઇન્ટ્સ છે.

દક્ષિણ આફ્રિકાના રાસી વેન ડેર ડર્સીને સૌથી વધુ ફાયદો થયો છે. સુપર-12માં ઈંગ્લેન્ડ સામે 94 રનની શાનદાર ઈનિંગ રમનાર આ બેટ્સમેને છ સ્થાનના છલાંગ સાથે ટોપ-10માં પ્રવેશ કર્યો છે. તે 669 પોઈન્ટ સાથે 10મા સ્થાને છે.

દક્ષિણ આફ્રિકાના અન્ય બેટ્સમેન એડન મકરમને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. તે ત્રણ સ્થાન આગળ વધીને ત્રીજા નંબર પર આવી ગયો છે. તેને 796 માર્કસ છે. આ બેટ્સમેને ઈંગ્લેન્ડ સામે પણ અણનમ 52 રનની ઈનિંગ રમી હતી.

જો કે આ યાદીમાં પાકિસ્તાનને સફળતા સાંપડતા બાબર આઝમ નંબર વન પર યથાવત્ છે. ઇંગ્લેન્ડના ડેવિડ મલાને પણ બીજો ક્રમાંક હાંસલ થયો છે. જો કે પાક.ના મોહમ્મદ રિઝવાનને એક સ્થાનનું નુકસાન થયું છે. તે પાંચમાંથી છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.

ઓસ્ટ્રેલિયાના સૂકાની એરોન ફિન્ચ ચોથા સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો ડેવોન કોનવે સાતમાં, ઇગ્લેન્ડનો જોસ બટલન નવમાં ક્રમાંકે છે.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે પણ એક સ્થાન ગુમાવ્યું છે. તે ત્રીજાથી ચોથા સ્થાને પહોંચી ગયો છે. ન્યુઝીલેન્ડનો ડેવોન કોનવે સાતમા, ઈંગ્લેન્ડનો જોસ બટલર નવમા સ્થાને છે.

Exit mobile version