Site icon Revoi.in

ભારત-પાકિસ્તાન વચ્ચે રોચક મુકાબલાને આડે ગણતરીની કલાકો બાકી, જાણો પ્રસારણથી લઇને દરેક વિગતો

Social Share

નવી દિલ્હી: ભારતના ક્રિકેટ ફેન્સ જેની પ્રતિક્ષા કરી રહ્યાં હતા તે અંતિમ ઘડીઓ નજીક આવી ગઇ છે. ટી 20 વર્લ્ડકપ 2021ના સૌથી રસપ્રદ અને રોચક મુકાબલો એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. મેચને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. આજે સાંજે 7.30 કલાકથી આ મેચ શરૂ થશે. સ્ટાર સ્પોર્ટ્સ અને હોટ સ્ટાર પર આ મેચનું સ્ટ્રિમીંગ યોજાશે.

મેચ અગાઉ વેધર રિપોર્ટ પણ આવી ગયો છે. અહીંયા ખુશીની વાત એ છે કે મેચને આડે વરસાદનું કોઇ વિધ્ન નહીં નડે. સાંજે મેચના સમયે દુબઇનું તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે જ્યારે દક્ષિણથી પૂર્વની દિશામાં 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ભેજનું પ્રમાણ 70 ટકા રહેશે.

જાણો મેચનું સંપૂર્ણ શેડ્યુલ

મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

ટી-20 વર્લ્ડકપની આ રોમાંચક મેચ 2021 સાંજે 7.30 વાગ્યાથી ભારતીય સમય અનુસાર થશે.

મેચ ક્યાં રમાશે?

ટી 20 વર્લ્ડકપની આ મેચ દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

મેચનું લાઇવ પ્રસારણ ક્યાં જોવા મળશે?

આ મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડીડી સ્પોર્ટ્સ પર જોવા મળશે.

ઑનલાઇન સ્ટ્રીમિંગ ક્યાં જોવા મળશે?

ભારત-પાકિસ્તાન ટી-20 મેચનું ઑનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર જોઇ શકાશે. તે ઉપરાંત ટીવી પર પણ મેચ નિહાળી શકાશે.