Site icon Revoi.in

ક્રિકેટના ચાહકો માટે મોટા સમાચાર, IPL 2021ની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાઇ શકે છે

Social Share

મુંબઇ: મુંબઇમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળા બાદ BCCI આગામી IPLમાં મુંબઇની મેચો એક જ સ્થળે નહીં પણ ચારથી પાંચ સ્થળોએ યોજવા માટે વિચારી રહી છે. આ માટે મુંબઇમાં ચાર સ્ટેડિયમો વાનખેડે, બ્રેબોર્ન, ડીવાય પાટિલ તેમજ રિલાયન્સ સ્ટેડિયમ માટે ચર્ચા ચાલી રહી છે. આગામી IPLની ફાઇનલ અમદાવાદમાં યોજવા માટે પણ BCCI ગંભીરપણે વિચાર કરી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઇમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળાના પગલે BCCIએ આ પ્રકારનો વિચાર કરવો પડી રહ્યો છે. હજુ તો IPLને મહિનાની વાર છે, પરંતુ કેટલાક નિર્ણયો લેવા જરૂરી છે. મુંબઇ જેવા શહેરોમાં કોરોનાના કેસ વધ્યા છે ત્યારે સિંગલ સિટી IPL યોજવાનો નિર્ણય શક્ય નથી.

કોલકાતા, હૈદરાબાદ અને બેંગ્લુરુ જેવા શહેરો મેચો યોજવા તૈયાર છે. અમદાવાદમાં પણ પ્લે ઓફ અને IPLની ફાઇનલ મેચ યોજાઈ શકે, એમ તેમણે જણાવ્યું હતું.

IPLનો પ્રારંભ એપ્રિલના બીજા સપ્તાહથી થશે. ગયા વર્ષે કોરોનાના લીધે આ ટુર્નામેન્ટ યુએઇમાં યોજવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાયો છે અને ગુરુવારે ત્યાં 8,000 કેસ નોંધાયા હતા.

(સંકેત)