Site icon Revoi.in

ગૌરવની ક્ષણ: ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, હાંસલ કરી આ સિદ્વિ

Social Share

નવી દિલ્હી: ભારત માટે ગૌરવપૂર્ણ બાબત છે. ભારતની દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજે શુક્રવારે ઇતિહાસ રચ્યો છે. 3 વર્ષીય મિતાલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન બનાવ્યા છે.

મિતાલીએ લખઉનમાં રમાઇ રહેલા ત્રીજા વનડેમાં આ સિદ્વિ હાંસલ કરી છે. ઇંગ્લેન્ડની ચાર્લેટ એડવર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન બનાવનાર પહેલી મહિલા ખેલાડી બની હતી. મિતાલીને તેમનાથી આગળ નીકળવા માટે હવે 299 રનની જરૂર છે. આવું કરીને તે મહિલા ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર આંતરરાષ્ટ્રીય ખેલાડી બની જશે.

મિતાલી આ વાતની ઉજવણી ન કરી શકી અને પોતાના સ્કોરમાં માત્ર એક રન જોડીને આઉટ થઇ ગઇ હતી. મિતાલી વન ડેમાં સૌથી વધુ 6974 રન બનાવ્યા છે. વનડે ઇન્ટરનેશનલમાં 7000 રન બનાવનાર પહેલી મહિલા ક્રિકેટર બનવા માટે માત્ર 36 રન જ દૂર છે. તો 89 ટી 20 ઇન્ટરનેશન મેચમાં તેના 2364 રન છે. 10 ટેસ્ટ મેચમાં તેમના નામે 663 રન છે.

ભારતીય ક્રિકેટ બોર્ડે પણ તેમની ઉપલબ્ધિ પર શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે, શું શાનદાર ક્રિકેટર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરા કરનારી પહેલી ભારતીય મહિલા ક્રિકેટર, અભિનંદન, મિતાલી.

નોંધનીય છે કે 38 વર્ષની ભારતીય બેટ્સમેન મિતાલી પહેલા ઇંગ્લેન્ડની ચાર્લોટે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. તેણે પોતાના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 309 મેચમાં 10273 રન બનાવ્યા છે.

(સંકેત)