Site icon Revoi.in

કોરોનાના સંકટકાળ વચ્ચે ટી-20 વિશ્વકપના આયોજનને લઇને BCCIએ આપ્યું આ નિવેદન

Social Share

નવી દિલ્હી: ભારતમાં એક તરફ કોરોના સંકટ યથાવત્ છે તેમ છતાં BCCIને વિશ્વાસ છે કે આગામી ટી-20 વિશ્વ કપ ઑક્ટોબરમાં ભારતમાં છે પણ તેને 9ને બદલે 5 શહેરમાં યોજવામાં આવી શકે છે.

ભારતમાં આગામી ઑક્ટોબર મહિનામાં ટી-20 વિશ્વ કપ યોજાય તેવી સંભાવના છે અને તે 9 ને બદલે 5 શહેરમાં યોજવામાં આવી શકે છે. વર્ષોથી પરંપરા રહી છે કે ICC બેકઅપમાં વિકલ્પ તૈયાર રાખે છે અને સાથે એક વર્ષથી આ વિકલ્પ UAE રહ્યું છે.

IPL આ સમયે તો બાયો બબલમાં થઇ રહી છે પરંતુ BCCIની સામે ખાસ પડકાર એ છે કે કોરોનાના સંકટની આ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવાનું છે. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે અમને આશા છે કે હજુ પાંચ મહિનાનો સમય છે અને લોકોને વેક્સીન મળી રહી છે તો વિશ્વકપ ભારતમાં જ યોજાશે.

ICCના એક નિરીક્ષક દળે 26 એપ્રિલે દિલ્હી આવીને IPLના બાયો બબલની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું પણ ભારત યાત્રા પર લાગેલા પ્રતિબંધને કારણે આ પ્રવાસ કેન્સલ કરાયો હતો.

આઈસીસીના પ્રવક્તાએ કહ્યું કે ટૂર્નામેન્ટ યૂએઈમાં કરાવવાનો હાલમાં કોઈ વિચાર કરાયો નથી. તેઓએ કહ્યું કે અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. આ સમયે નિર્ણય લેવો ઉતાવળ ભર્યું હોઈ શકે છે. ટીમ આવી નહીં કેમકે યૂએઈથી ભારતની યાત્રા પર પ્રતિબંધ મૂકાયો છે. અન્ય એક અધિકારીએ કહ્યું કે યૂએઈ વિકલ્પ રખાયો છે. પરંપરાના આધારે તે હંમેશા બીજો વિકલ્પ તૈયાર રહે છે.

તેઓએ કહ્યું કે આઈસીસી ટૂર્નામેન્ટ માટે હંમેશા એક વિકલ્પ રહે છે અને ગયા વર્ષે આઈસીસીની બેઠકમાં નક્કી કરાયા બાદ યૂએઈ વિકલ્પ છે. ધીરજે કહ્યું કે તેમાં કંઈ નવું નથી. જો આવનારા 5 મહિનામાં સ્થિતિ સામાન્ય ન થઈ તો અન્ય યોજના તૈયાર રાખવાની રહેશે.

નોંધનીય છે કે, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અન્ય દેશમાં ICC ટી-20 વિશ્વ કપ 3 કે 4 શહેરોમાં થાય છે પરંતુ ભારતમાં બોર્ડની રાજનીતિના કારણે તે શક્ય નથી. વિશ્વ કપ 2021 અને ટી-20 વિશ્વકપ 2016ના આયોજનની સાથે જોડાયેલા બોર્ડના અધિકારીઓએ કહ્યું કે, અહીં બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું શહેર કોલકાતા, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લનું શહેર લખનઉ, સચિવ જય શાહનું શહેર અમદાવાદ અને કોષાધ્યક્ષ અરુણ ધુમલનું શહેર ધર્મશાળા છે.

(સંકેત)