Site icon Revoi.in

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નોંધાયો રેકોર્ડ, સ્પેલની 4 ઑવર મેઇડન ફેંકી 4 વિકેટ ઝડપી

Social Share

નવી દિલ્હી: અત્યારે ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇંગ મેચો રમાઇ રહી છે. અત્યારે આફ્રિકા ખંડની ટીમો એકબીજા સાથે ટકરાઇ રહી છે. આ દરમિયાન કેટલા આંકડાઓની ટક્કર પણ સામે આવી રહી છે. આવી જ એક રસપ્રદ મેચ કેમેરૂન મહિલા ક્રિકેટ ટીમ અને નાઇજીરીયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઇ હતી.

આ મેચમાં નાઇજીરીયાએ 10 ઑવરથી જીત હાંસલ કરી હતી. પરંતુ આ પણ તેના એક બોલરનું પ્રદર્શન હતું. નાઇજીરિયન બોલર બ્લેસીંગ એટીમે તેની ચારેય ઑવર મેઇડન ફેંકી અને ચાર વિકેટ ખેરવી હતી. આવું જબરદસ્ત પ્રદર્શન અગાઉ ભાગ્યે જ જોવા મળ્યું કે સાંભળ્યું હશે.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા કેમેરૂનની ટીમ 20 મી ઓવરમાં પહોંચી અને માત્ર 47 રન જ બનાવી શકી. તેની તરફથી, આ 47 માંથી 23 રન માત્ર એક બેટ્સમેને બનાવ્યા હતા. જે બેટ્સમેન આઠમા ક્રમાંકે નાન્તિયા કેનફેક હતી. જેણે 31 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા. બીજું કોઈ દસ રન ના આંકડા સુધી પણ પહોંચી શક્યું નહીં. નાન્તિયા પછી બીજો સૌથી વધુ સ્કોર સાતમા ક્રમે માર્ગારેટ બેસલાનો હતો, જેણે છ રન બનાવ્યા હતા.

નાઇજીરીયાના બોલરોએ દમદાર પ્રદર્શન સાથે બોલિંગ કરી હતી અને માત્ર  રન એકસ્ટ્રા આપ્યા અને તે બધા વાઇડથી મળ્યા હતા. જો આપણે બોલિંગ પર નજર કરીએ, તો બ્લેસિંગ એટીમ સૌથી સફળ હતી. તેણે કોઇ જ રન આપ્યા વગર ચાર બેટ્સમેનોનો શિકાર કર્યો. તે ઉપરાંત મિરેકલ ઇમિમોમેલ 8 રન પર બે, મેરી ડેસમોન્ડે 12 રનમાં 2 વિકેટ લીધી હતી.

નાઇજીરીયાએ વિકેટ ગુમાવ્યા વગર 6.3 ઓવરમાં 48 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. તેના માટે, એસ્થર સેન્ડી એ 22 બોલમાં 16 અને કેહિંદે અબ્દુલકાદ્રી એ 18 બોલમાં 16 રને અણનમ રહ્યા હતા. નાઇજીરીયાથી વિપરીત, કેમરૂનના બોલરો તદ્દન અવ્યવસ્થિત દેખાયા. 6.3 ઓવરમાં તેની તરફથી 16 વધારાના રન આપવામાં આવ્યા હતા. જેમાં 13 વાઇડ, બે નો બોલ અને એક બાયનો સમાવેશ થાય છે.