Site icon Revoi.in

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

Social Share

અમદાવાદ: ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ મંગળવારે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. 58 વર્ષના રવિ શાસ્ત્રીએ હોસ્પિટલના સ્ટાફનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. શાસ્ત્રીએ ટ્વીટર પર પોતાનો એક ડોઝ લેતો ફોટો શેર કરીને ડોઝ લીધા હોવાની જાણકારી આપી છે.

ટીમ ઇન્ડિયાના કોચે ટ્વીટ કર્યું હતું કે, કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ લાગી ગયો છે. મેડિકલ પ્રોફેશનલ્સ તેમજ વૈજ્ઞાનિકોનો આભાર, જેમણે મહામારી વિરુદ્વ ભારતીય ધ્વજને બુલંદ કર્યો. તેઓ વધુમાં લખે છે કે, કાંતાબેન અને તેમની ટીમનું અમદાવાદની અપોલો હોસ્પિટલમાં કોવિડ-19 વેક્સિન દરમિયાન જે પ્રોફેશનલિઝમ દર્શાવ્યું છે તેનાથી હુ પ્રભાવિત છું.

આપને જણાવી દઇએ કે ભારતમાં સોમવારથી, બીજા ચરણનું વેક્સિનેશન અભિયાન શરૂ થઇ ચૂક્યું છે. જેમાં સીનિયર સિટિઝનો અને ગંભીર બીમારીઓથી પીડિત 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સીન અપાઇ રહી છે. આ પહેલા સોમવારે પીએમ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની પત્ની અંજલિ રૂપાણીએ પણ કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

ભારતીય ટીમના કોચે તો રસી લધી છે પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના અન્ય કોઇ સભ્ય કે સ્ટાફને વેક્સીન આપવામાં આવી છે કે નહીં તેની જાણકારી મળી શકી નથી. ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદમાં ઇંગ્લેન્ડ વિરુદ્વ ટેસ્ટ સીરિઝ રમી રહી છે.

(સંકેત)