Site icon Revoi.in

ભારતીય ક્રિકેટ બોર્ડ આ માટે છે સૌથી ધનાઢ્ય – 14,489 કરોડની સંપત્તિ

Social Share

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ક્રિકેટ વિશ્વનું સૌથી ધનાઢ્ય બોર્ડ એમનમ જ નથી કહેવાતું. તેની વર્ષ 2018-19ની બેલેન્સ શીટ 14,489 કરોડની હતી. તેના પછી તેણે તેની નાણાકીય ક્ષમતામાં 2,597.19 કરોડ બીજા ઉમેર્યા છે. તાજેતરની બેલેન્સ શીટ મુજબના આ આંકડા છે.

બેલેન્સ શીટની વાત કરીએ તો આઇપીએલની વર્ષ 2018ની આવૃત્તિ દરમિયાન બીસીસીઆઇને 4,017.11 કરોડની આવક થઇ હતી. તેમાં ચોખ્ખી આવક 2,407.46 કરોડ રૂપિયા હતી. જો કે આ બેલેન્સ શીટ હજુ જાહેર કરવામાં આવી નથી અને વર્ષ 2019ની બેલેન્સ શીટ હજુ બનાવાઇ પણ નથી.

જો કે અહીંયા બીજી એક વાત નોંધવી જરૂરી બને છે કે બોર્ડ કેટલાક હાઇપ્રોફાઇલ કેસોમાં સામેલ છે. જેમાં ઇન્કમ ટેક્સ, આઇપીએલની જૂની ફ્રેન્ચાઇઝી કોચી અને ડેક્કન ચાર્જર્સ, સહારા, નીયો સ્પોર્ટ્સ અને વર્લ્ડ સ્પોર્ટ્સ ગ્રૂપ વગેરે સામેલ છે. જો બધા કેસમાં તેની સામેનો ચુકાદો આવે તો બોર્ડે તેમાં ચૂકવણી કરવી પડી શકે તેમ છે.

નાણાકીય વર્ષ 2014-15ના અંતે બીસીસીઆઇની સંપત્તિ 5,438.61 કરોડ હતી. 2015-16 દરમિયાન 2,408.46 કરોડની જંગી કમાણી કરતા તેની કુલ સંપત્તિ વધીને 7,847.04 કરોડ થઈ ગઈ.

2016-17માં બોર્ડની સંપત્તિ 8,431.36 કરોડ હતી. 2017-18માં બોર્ડે ફક્ત એક જ વર્ષમાં તેનું મૂલ્ય વધાર્યુ અને 2017-18માં બોર્ડનું મૂલ્ય એક જ વર્ષમાં 3,460.75 કરોડ વધતા તેની કુલ સંપત્તિ 11,892.21 કરોડે પહોંચી. હવે 2018-19નું વર્ષ પૂરૂં થવાની સાથે તેની બેલેન્સ શીટ વધીને 14,889.90 કરોડ થઈ છે.

(સંકેત)

Exit mobile version