Site icon Revoi.in

શ્રીલંકાએ ભારત, ચીન, રશિયા સહિત અન્ય 4 દેશો માટે ફ્રી વિઝાની કરી જાહેરાત

Social Share

દિલ્હી- તાજેતરમાં શ્રીલંકાએ કેટલાક દેશો માટે ફ્રી વિઝાની જાહેરાત કરી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે આજરોજશ્રીલંકાની સરકારે ભારત, ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડ સહિત સાત દેશોના પ્રવાસીઓ માટે ફ્રી વિઝાને મંજૂરી આપી છે.

શ્રીલંકાની કેબિનેટે ભારત સહિત સાત દેશો માટે વિઝા ફ્રી કરવાની જાહેરાત કરી છે. આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ભારત, ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડના નાગરિકોને 31 માર્ચ સુધી વિઝા ફ્રી એન્ટ્રી મળશે. શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ આ માહિતી આપી હતી.
 સાબરી કહે છે કે આ પગલાથી આવનારા વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. “અમે આગામી વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યા વધીને 5 મિલિયન થવાની અપેક્ષા રાખીએ છીએ,” મંત્રાલયે શ્રીલંકાના મીડિયાને ટાંકીને જણાવ્યું હતું. આ પગલાથી પ્રવાસીઓના વિઝા મેળવવા માટેના નાણાં અને સમયની પણ બચત થવાની અપેક્ષા છે.