Site icon Revoi.in

આજે સત્તાવાર રીતે રાજીનામુ આપે તે પહેલા જ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષે દેશ છોડીને માલદીવ ભાગી ગયા

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક મહિનાઓથી શ્રીલંકામાં ભારે વિરોધ પ્રદર્શન થી રહ્યું છે,આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સામે મોટૂ સંકટ આવી પડયુ હતું, શ્રીલંકા આર્થિક કટોકટીનો ખૂબ ખરાબ રીતે સામનો કરી રહ્યું છે ત્યારે સંકટગ્રસ્ત શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા છે.

મીડિયા એહેવાલ પ્રમાણે  તેઓ માલદીવ  પહોચ્યા છે. જો કે દેશ છોડીને તેઓ કઈ રીતે ભાગવામાં સફળ રહ્યા તે હજુ સુધી જાણી શકાયું નથી. તાજેતરમાં જ વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી લીધા બાદ રાજપક્ષે અહીંથી કોઈ અજાણી જગ્યાએ ભાગી ગયા હતા. તેમના રાજીનામાની સત્તાવાર જાહેરાત આજે એટલે કે 13મી જુલાઈએ થવાની હતી. એટલે કે ગોટબાયા આજે રાજીમાનુ આપે તે પહેલા જ દેશ બરહાર ભાગી ગયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે  રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે આજે વહેલી સવારે એક સૈન્ય વિમાનમાં દેશમાંથી ઉડાન ભરીને નાસી ગયા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે તેમની વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન બાદ પાડોશી દેશ માલદીવ જતા રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે 5 જુલાઈથી  ક્યાય દેખા.યા ન હતા છે. દરમિયાન, સમાચાર એજન્સી એએફપીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના માલદીવ જવાની પુષ્ટિ કરી છે.

આ પહેલા શ્રીલંકાના ભૂતપૂર્વ નાણાં પ્રધાન અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નાના ભાઈ બાસિલ રાજપક્ષે દેશ છોડીને ભાગી જવામાં નિષ્ફળ રહ્યા હતા. બેસિલ કોલંબો એરપોર્ટના વીઆઈપી ટર્મિનલ પરથી દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ એક ઇમિગ્રેશન અધિકારીએ તેને ઓળખી લીધા અને તેની મુસાફરી અટકાવી હતી