Site icon Revoi.in

કાશ્મીરને લદ્દાખ સાથે જોડતો શ્રીનગર-લેહ હાઈવે 110 દિવસના સમયગાળાની અંદર જ  ખોલવામાં આવ્યોઃ- લદ્દાખના લોકોને રાહત

Social Share

શ્રીનગરઃ- કાશ્મીરને લદ્દાખ સાથે જોડનારો જોજિલા હાઈવેને હાઈવે સુરક્ષા સંગઠન  દ્વારા 110 દિવસ બાદે આવન જાવન માટે ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો હતો. આ માર્ગ સામાન્ય રીતે લગભગ 150 દિવસ બાદ ખોલવામાં આવતો હોય છે, બીઆરઓના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રામનવમીના દિવસે અને પવિત્ર રમઝાન માસમાં આ માર્ગને ખોલવો લદ્દાખની જનતા માટે એક મોટી ભેટ સાબિત થાય છે.

11,650 ફુટની ઊંચાઈએ સ્થિત, જોજિલા શ્રીનગર-લેહ હાઇવે એક વ્યૂહાત્મક પાસ હાઈવે છે અને લદ્દાખ વિભાગમાં તૈનાત સૈન્ય અને અન્ય સુરક્ષા દળોની ઓપરેશનલ સજ્જતા માટે તે જીવનરેખા સમાન ગણવામાં આવે છે. શિયાળાની શરૂઆતમાં બરફવર્ષાને કારણે સામાન્ય રીચે નવેમ્બરના બીજા અઠવાડિયામાં આ માર્ગ બંધ થઈ જતો હોય છે. તે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં ખોલવામાં આવે છે.

ખરાબ હવામાન અને ભારે બરફવર્ષાને કારણે, આ માર્ગ પર સૈનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ક્લિયરન્સ ઓપરેશન મોકૂફ કરવામાં આવ્યું હતું. એક મહિનાથી વધુ સમય માટે બંધ રહ્યા બાદ, 7 ફેબ્રુઆરીએ ક્લિયરન્સની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 15 કિમી લાંબી જોજિલા પાસ પરના અડધાથી વધુ ક્લિયરન્સ કામ 15 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થઈ ગયું હતું અને એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ફેબ્રુઆરીના અંત સુધીમાં અથવા તે માર્ચના પહેલા અઠવાડિયામાં ખુલશે.

જો કે સતત ખરાબ હવામાન અને રોજરોજ થતી હિનવર્શાને કારણે આ કાર્યમાં સમય લાગ્યો. પરંતુ આ તમામ નમુસીબતો વચ્ચે પણ બીઆરઓ જવાનોના સતત પ્રયત્નોને લીધે, આ માર્ગ 21 એપ્રિલના રોજ  ખોલવામાં આવ્યો હતો અને પહેલા જ દિવસે લગભગ 13 વાહનો કારગિલ તરફ રવાના થયા હતા. જેનાથી લદ્દાખના લોકોને મોટી રાહત મળશે.

સાહિન-