Site icon Revoi.in

અંબાજી-દાંતા હાઈવે પર ST બસ પર પથ્થરમારો, પોલીસે ઘટના સ્થળેથી 3 બાઈક કબજે કરી

Social Share

પાલનપુરઃ અંબાજી-દાંતા હાઈવે પર પાંછા નજીક અંબાજી-પાલનપુર રૂટની એસટી બસ જઈ રહી હતી ત્યારે ત્યારે બાઈક પર આવેલા કેટલાક શખ્સોએ એસટી બસ પર પથ્થરમારો કરતા બસનો આગળનો કાચ તૂટી ગયો હતો. એકાએક પથ્થરમારાના બનાવથી મુસાફરો ભયભીત બની ગયા હતા. દરમિયાન બસના ચાલકે બસ ઊબી રાખીને ડેપો મેનેજર અને પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તોફાની શખસો બાઈક રોડ પર મુકીને નાસી ગયા હતા. પોલીસે ત્રણેય બાઈક કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, અંબાજી-દાંતા હાઇવે પર પાંછા નજીક  બપોરના સુમારે અંબાજીથી પાલનપુર જતી એસ. ટી. બસ પર પથ્થરમારો થયો હતો. પથ્થરમારાના બનાવથી બસમાં બેસેલા મુસાફરોમાં ડરી ગયા હતા. આ બનાવ અંગે બસના ડ્રાઇવર કંડક્ટર દ્વારા અંબાજી ડેપો મેનેજર અને પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પથ્થરમારાના બનાવમાં  બસનો આગળનો મુખ્ય કાચ તૂટી ગયો હતો. જેના કારણે બસ ડ્રાઇવર દ્વારા બસને તાત્કાલિક રોકવામાં આવી હતી અને બસમાં બેસેલા તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા. અંબાજી પોલીસે ઘટનાસ્થળેથી 3 બાઇક કબજે કર્યા છે. એસટી બસને પણ અંબાજી પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી.

અંબાજી-દાંતા હાઇવે પર પાંછા અને ધાબાવાળી વાવ વચ્ચે આ બનેલી ઘટનામાં બસમાં બેસેલા તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. એસટી વિભાગના એટીઆઇએ જણાવ્યું હતું કે, પાલનપુર ડેપોની એક બસ અંબાજીથી પાલનપુર જઈ રહી હતી. ત્યારે ધાબાવાળીવાવ નજીક અસામાજીક તત્વો ત્રણ બાઈક લઈને ઉભા હતા. આ શખસોએ  બસ પર પથ્થરમારો કરતા 30 હજાર જેટલુ નુકસાન થયુ હતુ. બસનો આગળનો કાચ પથ્થરમારામાં તૂટી ગયો હતો. આ બાબતની પોલીસને જાણ કરતા પોલીસે આવી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.