Site icon Revoi.in

સ્ટાર પ્લસની જાણીતી સીરિયલ ‘અનુપમા’ ફરી TRP ના લિસ્ટમાં ટોપ પર

Social Share

મુંબઈઃ- અનુપમા…….ભાગ્યે જ કેટલાક ઘરો એવા હશે કે જ્યાં આ વ્યક્તિત્વને ન ઓળખતા હોય દેશભરમાં સ્ટાર પ્લસ પર પ્રસારિત થતો શો અ નુપમા લોકોના દીલની ઘડકન બન્યો છે, ઘરેઘરમાં રુપાલી ગાંગુલી અનુપમાના નામથી જાણતી બની છે,અનુપમાના પાત્ર ે તેને પોતાના કેરિયરમાં એક નવી ઓળખ અપાવામાં મહત્વની ભૂમિકા ભજવી છે તે વાતને નકારી તો ન જ શકાય

એ કહેવાની જરૂર નથી કે રૂપાલી ગાંગુલીનો ટીવી શો અનુપમા પણ આ અઠવાડિયે સૌથી વધુ ટીઆરપી રેટિંગવાળી સિરીયલ છે. સુધાંશુ પાંડે અભિનિત આ શો શ્રીમોઇ નામની બંગાળી સીરીયલ પર આધારિત છે. શો રેટિંગ સતત ટોપ પર જોવા  મળે છે.હાલમાં અનુપમા એ વર્ષની સૌથી વધુ રેટેડ સીરીયલ છે.

BARC ઇન્ડિયાએ તાજેતરમાં 28મા સપ્તાહ માટે TRP યાદી બહાર પાડી છે. સ્ટાર પ્લસ પર પ્રસારિત થતા અનુપમા શોને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. દરેક બાજુ આ વખતે પણ રૂપાલી ગાંગુલી સ્ટારર આ શો ટીઆરપીની યાદીમાં પ્રથમ સ્થાન પર રહ્યો છે. આ દિવસોમાં શોમાં અધિક અને પાખીનો ટ્રેક જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં આ અઠવાડિયે આ શોને 3.0 મિલિયન વ્યુઅરશિપ મળી છે.

તો બીજી તરફ રોહિત શેટ્ટીનો સ્ટંટ આધારિત શો ખતરોં કે ખિલાડી 12 થોડા સમય પહેલા પ્રીમિયર થયો હતો. થોડા જ દિવસોમાં આ શોએ ટીઆરપીની યાદીમાં સારી જગ્યા બનાવી લીધી છે. તકે ખતરોં કે ખિલાડીને ટીઆરપીની યાદીમાં બીજો નંબર મળ્યો છે.

સરગુન કૌર લુથરા અને અબરાર કાઝી સ્ટારર શો યે હૈ ચાહતેંને પણ દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આ જ કારણ છે કે આ શો TRPની ટોપ 5 ની યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. આ શો ટીઆરપીમાં ત્રીજા ક્રમે છે અને 3.3 મિલિયન વ્યુઅરશિપ મેળવી છે.

આ સાથએ જ વિરાટ અને સઈની પ્રેમ કહાની અને નોકઝોક દર્શાવતો શો ગમ હૈ કિસીકે પ્યાર મેં પણ ટોપ 5માં રહ્યો છે. આ શો શરૂ થયો ત્યારથી, તે દર્શકોનો પ્રિય રહ્યો છે. જો કે, હવે દર્શકોમાં આ શોનો ક્રેઝ થોડો ઓછો થઈ રહ્યો છે. તેમ છતાં આ શો ટીઆરપી લિસ્ટમાં ત્રીજા નંબર પર પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે.

 

 

Exit mobile version