Site icon Revoi.in

સ્ટાર પ્લસના શો ‘અનુપમાં’  એ ખતરો કે ખેલાડીને પણ ટક્કર આપી – TRP માં બાજી મારી નંબર વન પર અનુપમા

Social Share

મુંબઈઃ- અનુપમાં સ્ટાર પ્લસ પર પ્રસારિત થતો શો ઘર ધરમાં જોવાતો શો છે. આ શો ટીઆરપીના લીસ્ટમાં હેમંશા મોખરે રહે છે ત્યારે ફરી એક વખત ટીઆરપીના મામલે અનુપમા શો એ બાજી મારી છે અને પ્રથમ નંબરે આ શો આવ્યો છે.તેણે ખતરો કે ખેલાડી જેવા રિયાલીટી શોને પણ પાછળ પછાડ્યો છે.

ટીવી સીરીયલના ચાહકો માટે વર્ષના 30મા સપ્તાહની ટીઆરપી યાદી બહાર આવી છે. આ TRP યાદી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસોર્સ કાઉન્સિલ દ્વારા રજૂ કરવામાં આવી છે. જેમાં અનુપમા શો ફરી થી નંબર વન પર જોવા મળ્યો છે.આ સાહીત અન્ય સિરીયલો કા નંબર પર રહી તે પણ જાણીએ.

1 લા નંબરે , અનુપમાંઃ-

નાના પડદાની જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલી અભિનીત અનુપમા ટીવી સિરિયલ નંબર વનના સિંહાસન પર જોવા મળી  છે. સ્ટાર પ્લસની ટીવી સિરિયલ અનુપમાને હંમેશની જેમ આ અઠવાડિયે સૌથી વધુ ટીઆરપી મળી છે.અનુપમા આ દિવસોમાં જબરદસ્ત ટ્રેક પર છે, તાજેતરના એપિસોડમાં બતાવવામાં આવ્યું છે કે પાખી તેની મા સામે બોલે છે અને અનુપમાને ઘધરની બહાર નીકાળી દે છે જ્યારે કાવ્યા અને કિંજલ પાખીને બરાબરની ખરી ખોટી સંભળાવે છે.

2 જા નંબરે , યે હે ચાહતેંઃ-

આ અઠવાડિયે ટીવી સિરિયલ યે હૈ ચાહતેંએ ટીઆરપી લિસ્ટમાં મોટો ફરક પડી ગયો છે. આ, ટીવી સિરિયલ ગયા અઠવાડિયાથી પાંચમા સ્થાને હતી, પરંતુ 30મા સપ્તાહની ટીઆરપી રિલીઝ થતાં જ યે હૈ ચાહતેં સીધી બીજા સ્થાને પહોંચવામાં સફળ થઈ છે.

3 જા નંબરે, ખતરોં કે ખિલાડી 12ઃ-

બોલિવૂડના ફેમસ ડાયરેક્ટર રોહિત શેટ્ટીનો ફેમસ શો ખતરોં કે ખિલાડી સીઝન 12 આ વખતે પણ લોકોની પસંદ બની રહ્યો છે. ગત સપ્તાહની જેમ કલર્સ ટીવીના આ રિયાલિટી શોએ ટોપ 5માં સ્થાન મેળવ્યું છે. તેમજ ટીઆરપીના મામલામાં તેમનું નામ ત્રીજા સ્થાને નોંધાવ્યું છે

4 થા નંબરે , ગૂમ હે કીસી કે પ્યાર મેંઃ-

સ્ટાર પ્લસના બહુચર્ચિત ટીવી શો ગમ હૈ કિસી કે પ્યારે આ અઠવાડિયે ટીઆરપીની દ્રષ્ટિએ ચોથું સ્થાન મેળવ્યું છે. ભૂતકાળમાં ટોપ 2માં જગ્યા બનાવી ચૂકેલી આ સિરિયલ હાલમાં તેના જૂના ફોર્મની શોધમાં છે. જો કે, દર્શકોના પ્રેમના આધારે આ સીરિયલ ચોથા નંબર પર રહી છે.

5 માં નંબરે , બન્ની ચાઉ હોમ ડિલિવરીઃ-

શરૂઆતના અઠવાડિયે ટીઆરપીની દ્રષ્ટિએ સારું પ્રદર્શન કરનાર બન્ની ચાઉ હોમ ડિલિવરી ટીવી શો અત્યારે સંઘર્ષ કરી રહ્યો હોય તેવું લાગે છે. ટીઆરપીના આ 30મા સપ્તાહમાં સ્ટાર પ્લસની આ ટીવી સિરિયલ 5માં સ્થાને છે, હાલ બન્ની અને યુવાનને લઈને જબરદસ્ત ટ્રેક જદોવા મળે છે,

 

Exit mobile version