Site icon Revoi.in

રાજ્ય સરકારનો નિર્ણય- રેમડેસિવીર ઇન્જેક્શન હવે માત્ર હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને મળશે

Social Share

અમદાવાદ – સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે અનેક રાજ્યોમાં રેમડેસિવિર ની અછત સર્જાય હોય તેવા સમાચારો વહેતા થયા છે, વધતા જતા દર્દીઓ અને રેમડેસિવિરની ઘટને લઈને હવે રાજ્ય સરકારે રેમડેસિવિરને ઇંજેક્શને લઈને અક ખાસ નિર્ણય લીધો છે.

વધતા કોરોનાના વ્યાપ વચ્ચે હવેથી કોઇપણ હોસ્પિટલને કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિ ઈન્જેક્શના જથ્થાની જરૂર હશે, તો જેતે હોસ્પિટલે સરકારમાં નોંધણી કરાવાની રહેશે, સરકારની પરવાનગીથી જ મંજુર થયેલા ઈન્જેક્શન જ તેઓ મેળવી શકશે,આ સાથે જ કોઇપણ હોસ્પિટલ દર્દીના સગાઓને પ્રિસ્ક્રાઇબ કરીને રેમડેસિવિર લાવવા માટે કહી શકશે નહી તે જવાબદારી હવે હોસ્પિટલની જ રહશે.

સાથે જ રેમડેસિવિર ઇન્જેક્શન એવા જ દર્દીઓને આપવામાં આવશે કે જેઓ હોસ્પિટલમાં દાખલ છે, જે લોકો ઘરે સારવાર લઈ રહ્યા છે અથવા તો આઈસોલેટ થયા છે તે લોકો આ ઈન્જેક્શન મેળવી શકશે નહી, ઘરે રહેલા દર્દીઓને ડોક્ટરે આ માટે સલાહ કરી હશે તો પણ તેઓ રેમડેસિવિર ઇન્જેક્શન નહી મેળવી શકે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના ઈલાજમાં રેમડેસિવિર ઈન્જેકશન કારગર સાબિત થાય છે પરંતુ રાજ્યમાં હવે તેની વધુ એઠત સર્જાી રહી છે, લોકોને આ મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે, તો ક્ટલીક જગ્યાએ તેની પણ કાળાબજારી કરવામાં આવી રહી છે, ડબલ ભાવે આ ઈન્જેક્શન વેચાઈ રહ્યા છે જેને લઈને હવે સરકાર આ નિર્ણય લેવા મજબૂર બની છે.

સાહિન-