Site icon Revoi.in

વેક્સિનની અછતને લઈને આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધનનું નિવેદન, કહ્યું ‘રાજ્યો પાસે 1.58 કરોડ ડોઝ ઉપલબ્ધ છે’

Social Share

દિલ્હી -સમગ્ર દેશમાં કોરોનાની બીજી તરંગ તેજ બની છે, અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે,આ સાથે જ દેશમાં છેલ્લા 24 કલાકમાં દરરોજ 2 લાખથી પણ વધુ કેસો સામે આવી રહ્યા છે,ત્યારે કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષ વર્ધન દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ યોજવામાં આવી હતી જેમાં 11 રાજ્યોના મંત્રીઓ સાથે બેઠક યોજી હતી.

આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધનએ બેઠક બાદ માહિતી આપી હતી અને કહ્યું હતું કે, દેશમાં કોરોનાની વેક્સિનની કોઈ અછત નથી. જોકે વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, કોરોનાની બીજી તરંગને હળવાશથી ન લેવી જોઈએ, કોરોના પ્રત્યે ગંભીર બનવાની જરૂર છે.

આરોગ્યમંત્રીએ વેક્સિન જારી કર્યા છે, તેમણે માહિતી આપી કે દેશમાં આજ સવાર સુધી રાજ્યોમાં વેક્સિનના 14 કરોડ 15 લાખ ડોઝ સપ્લાય કરવામાં આવ્યા છે. વેસ્ટેજ સહિત તમામ રાજ્યોમાં આશરે 12 કરોડ 57 લાખ 18 હજાર વેક્સિનના ડોઝનો વપરાશ કરવામાં આવ્યો છે. આરોગ્યમંત્રીએ કહ્યું કે, આ સમયે વેક્સિનની કમી નથી. રાજ્યોમાં એક કરોડ 58 લાખ ડોઝ છે અને પુરવઠાની અંદર એક કરોડ 16 લાખ 84 હજાર વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાપ્રમાણે 16 એપ્રિલ સુધીમાં 30 લાખથી વધુ વેક્સિન આપવામાં આવ્યા બાદ દેશના લગભગ 12 કરોડ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. જેમાંથી 91 લાખ એવા આરોગ્ય કર્મચારીઓ છે કે જેમણે કોરોનાનો પ્રથમ ડોઝ લીધો છે, મેળવ્યો છે, આ ઉપરાંત એક કરોડ છ લાખ ફ્રન્ટલાઈન કર્મચારીઓને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

સાહિન-

 

Exit mobile version