Site icon Revoi.in

મણિપુર અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યો ‘જેડીયુ મુક્ત’ બન્યાઃ સુશીલ મોદી

Social Share

નવી દિલ્હી: મણિપુરમાં નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU)ને મોટો ઝટકો લાગ્યો છે. તેમના છમાંથી પાંચ ધારાસભ્યો જેડીયુનો સાથ છોડીને ભાજપમાં જોડાયા હતા. દરમિયાન રાજ્યસભાના સાંસદ અને બિહાર ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીએ નીતિશકુમાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, મણિપુર અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યો “જેડીયુ મુક્ત” બની ગયા છે.

જેડી(યુ)ના પાંચ ધારાસભ્યો ખુમુક્કમ સિંહ, ન્ગુરસાંગાલુર સનાતે, અચબ ઉદ્દીન, થંગજામ અરુણ કુમાર અને એલએમ ખૌટેએ પટનામાં જેડી(યુ)ની મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા જેડીયુનો સાથ છોડીને ભાજપમાં જોડાયા હતા. મણિપુર વિધાનસભાના અધ્યક્ષે જનતા દળ યુનાઈટેડના ધારાસભ્યોના ભાજપમાં વિલીનીકરણને મંજૂરી આપી દીધી છે. છેલ્લા નવ દિવસમાં નીતીશ કુમારની પાર્ટી માટે આ બીજો આંચકો છે. અગાઉ 25 ઓગસ્ટના રોજ, અરુણાચલ પ્રદેશમાં જેડી(યુ)ના એકમાત્ર ધારાસભ્ય ટેકી કાસો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

જનતા દળ યુનાઇટેડને 2019 માં અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સાત બેઠકો જીતી હતી, પરંતુ તેના છ સભ્યો પાછળથી પક્ષ બદલીને ભાજપમાં જોડાયા હતા. એકમાત્ર ધારાસભ્ય પણ 25 ઓગસ્ટે ભગવા પાર્ટીમાં જોડાયા હતા.

જેડીયુના પ્રવક્તા અને પૂર્વ મંત્રી નીરજ કુમારે ભાજપ પર પ્રહારો કર્યા છે અને 2024ની ચૂંટણીમાં ભગવા પાર્ટીને હરાવવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું, “ભાજપનો તેના ગઠબંધન સાથીદારો સાથે દગો કરવાનો ઇતિહાસ રહ્યો છે. તેઓએ પહેલા અરુણાચલ પ્રદેશમાં અમારા સાત ધારાસભ્યોને પક્ષપલટો કરવા માટે સમજાવ્યા, અને હવે મણિપુરમાં પાંચ ધારાસભ્યો તેમની પાર્ટીમાં જોડાયા છે. આ બીજેપીનું નવું વ્યક્તિત્વ છે, તે નથી ઈચ્છતી કે નાની પાર્ટીઓ વધે.