Site icon Revoi.in

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ટેન્ટ સિટી બન્યું દેશનું બેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ લોકેશન

Social Share

આજ કાલ લોકો આઘુનિક વેડિંગ સ્ટાઈલ તરફ વળી રહ્યા છે, શાનદાર લગ્ન કરવા જાણે શોખ બન્યો છે, લગ્ન માટે ખાસ જુદી-જુદી જગ્યાઓની પસંદગી કરીને ડેસ્ટિનેશન વેડિંગ કરવામાં આવતા હોય છે, આજના યુવા વર્ગમાં આ ડેસ્ટિનેશન વેડિંગ ખૂબ લોકપ્રિય બન્યા છે, ત્યારે તે માટેની જગ્યાઓમાં હવે ગુજરાતની જગ્યાનો પણ સમાવેશ થવા પામ્યો  છે.

ગુજરાતનું વધુ અક સ્થળ હવે ડેસ્ટિનેશન વેડિંગ લોકેશન સમાવેશ પામ્યું છે, ગુજરાતનાં આ સ્થળની પસંદગી ભારતની શ્રેષ્ઠ ડેસ્ટિનેશન વેડિંગ લોકેશનમાં થઈ છે, અને તે સ્થળ એટલે જ્યા વિશ્વની સૌથી ઊચૂં પ્રતિમા જોવા મળે છે તે સ્થળ, જી હા સ્ટેચ્યું ઓફ યુનિટી અહીંની ટેન્ટ સિટી-1 કે જેનો સમાવેશ આ કેટેગરીમાં થવા પામ્યો છે.

આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ મેગેઝીનમાં બેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ સ્થળ તરીકે સ્ટેચ્યું ઓફ યુનિટી ટેન્ટ સિટી1 નો સમાવેશ થયો છે. જે ગુજરાત માટે મહત્વની વાત તો છે સાથે સાથએ ગૌરવ લેવા જેવી બાબત છે.

સાહિન-