Site icon Revoi.in

તાજેતરમાં જ પશ્વિમ બંગાળમાં શરુ થયેલી વંદેભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી – તપાસના આદેશ

Social Share

કોલકાતાઃ-  પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે  આવી છે. મીડિયા રિપોર્ટ્સની જો માનીએ તો , ન્યૂ જલપાઈગુડીથી હાવડા પરત ફરી રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના માલદા જિલ્લાના કુમારગંજ પાસે બની હતી. માહિતી એવી પણ ણળી રહી છે કે  પથ્થરમારાને કારણે ટ્રેનના C-13 કોચના ગેટનો કાચ ફાટી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે આ વંદે ભારતે 1 જાન્યુઆરીથી તેની યાત્રા શરૂ કરી છે. એક દિવસ પછી, સોમવારે, નવી જલપાઈગુડીથી હાવડા આવતી વખતે, માલદા સ્ટેશન પાસે કોઈએ ટ્રેન પર પથ્થરમારો કર્યો છે.ત્યારે હગવે આ મામલે તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે.

આ ઘટના મામલે સોમવારે સાંજે 6  વાગ્યે આસપાસ  TN22302 વંદે ભારત એક્સપ્રેસની ફરજ પરની TE પાર્ટી તરફથી માહિતી મળી હતી કે કોચ નંબર-1માં પથ્થરમારો થયો છે. આ પછી, રેલ્વે પોલીસના ચાર કર્મચારીઓને હથિયારો સાથે ટ્રેન રવાના કરવામાં આવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની હાજરીમાં 30 ડિસેમ્બર, 2022 ના રોજ હાવડા અને ન્યૂ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરી હતી.જેના 2 દિવસની અંદર જ આ ઘટના સામે આવી છે ત્યારે અનેક સવાલો તંત્ર સામે પણ ઉઠી રહ્યા છે.પશ્ચિમ બંગાળમાં, વિપક્ષના નેતા અને BJP BJP શુભેંદુ અધિકારીએ આ ઘટનાની NIA તપાસની માંગ કરી છે.

આ બાબતે તેણે ટ્વીટ કરીને કહ્યું- આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ભારતની ગૌરવ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. શું ઉદ્ઘાટનના દિવસે ‘જય શ્રી રામ’ના નારા લગાવવાનો આ બદલો છે? હું પીએમ નરેન્દ્ર મોદી, ભારતીય રેલ્વેને વિનંતી કરું છું કે તેઓ આ મામલાની તપાસ NIAને  સોંપે જેથી કરીને આમ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે.