Site icon Revoi.in

વધુ વેઈટની ચિંતા છોડો અને હવે હેવી વેઈટ સાથે જ ચોલી પહેરીને સુદરતામાં લગાવો ચાર ચાંદ

Social Share

હાલ હવે દિવાળી જેવા મોટા તહેવાર અને સાથે સાથે લગ્નની મોસમ આવી ગઈ છે. દરેક સ્ત્રી સુંદર દેખાવા માટે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરતી રહે છે. પણ જો તહેવારો અને લગ્નની વાત આવે છે ત્યારે દરેક સ્ત્રીની પહેલી પસંદ ચોલી બને છે, ચોલી અથવા સરારામાં તેઓ પોતાને આકર્ષક લૂક યાપવાના સચતત પ્રયત્ન કરે છે.

આ પ્રકારના હેવી કપડા આખો દિવસ દરમિયાન પહેરવા એ એક ચેલેન્જ છે, જોકે કેટલાક લોકો પેટની ચરબીને કારણે તેને પહેરવાથી દૂર રહે છે. હવે આવી સ્થિતિમાં, લોકો પહેલેથી જ પેટની ચરબી ઘટાડવા માંગે છે. પરંતુ જો તમે હજી પણ તેને પહેરવા માંગો છો,અને તમારા પેટની ચરબીના કારણે તે તમે નથી પહેરી રહ્યા તો હવે ચિંતા છોડી દો,અમે તમને કેટલીક ટીપ્સ બતાવીશું જેના થકી તમે આ પેટની ચરબીને ઠઆકી શકીને પોતાને પરફેક્ટ લૂક આપી શકો છો.

શેપવેરની હેલ્પ લો – જો તમારે પેટ પાસે ચરબીની માત્રા વધુ છે તો તમે શેપવેર થકી તમારી સ્ટાઇલને સંપૂર્ણપણે બદલી શકો છે શિયાળો હોય કે ઉનાળો, તમારા ડ્રેસની નીચે શેપવેર પહેરવાથી તમે આકારમાં દેખાઈ શકો છો. આ સાથે જ વધારે પડતી ચરબીને શેપવેરની અંદર કવર કરી શકો છો.જ્યારે તમારી પેટની ચરબી છુપાવવાની વાત આવે છે, ત્યારે શેપવેર તમારા પેટને સંકોચશે નહીં, પરંતુ પેટના રોલને છુપાવવામાં મદદ કરી શકે છે.

પેપ્લન સ્ટાઈલનો બ્લાઉઝ કરો પસંદ- જો તમે તમારા પેટની ચરબી છુપાવવા માંગતા હોવ તો સંપૂર્ણ કવરેજ બ્લાઉઝ અને ચોલી સ્ટાઇલ બ્લાઉઝ પસંદ કરો. પેપ્લમ સ્ટાઈલના બ્લાઉઝ પણ ખૂબ જ આકર્ષક લાગે છે. તે પેટની ચરબી પણ છુપાવે છે.

લોંગ ચોલીની કરો પસંદગી – જો તમે મેદસ્વીતા ધરાવો છો અને તમને ચોલી કે સરારા પહેરવાનો ખૂબ શોક છે તો શોખને પુરો કરો આ માટે લોંગ ચોલીની પસંદગી કરો જે પરેતા વખતે ચણીયા સાથે અડી જાય જે પછી પેટ કે કમર નહી દેખાય.

વર્ક વાળું અને મોટા ફૂલો વાળા કપડાની પસંદગી ટાળો – જ્યારે તમે પાતળો શેપ મેળવવાની ઇચ્છા રાખો છો, ત્યારે પ્રિન્ટ, પેટર્ન અને ભરતકામ વાળા ચોલીને પહેરવાનું ટાળો, જેનાથી તમારું બોડી વધારે દેખાય છે.

દુપટ્ટાને સારી રીતે કવર કરીલો- જો તમારી ચોલી શોર્ટ છે અને તમે તેને પહેરવા ઈચ્છો છો તો તમારે દુપટ્ટોને સ્ટાઈલમાં નાખવો પડશે, એવી રીતે દુપટ્ટો સેટ કરો કે જેનાથી તમારું પેટ તથા કમર કવર થાય જેથી તમાર ોલૂક પરફેક્ટ બને