Site icon Revoi.in

સાઉદીના દેશોમાં છે અજબ ગજબ કાયદાઓ – સેન્ડિવચ પર નથી લગાવી શકતા સોસ, તો ક્યાક મહિલાઓ પુરુષ વિના નથી નીકળી શકતી ઘરની બહાર

Social Share

 

વિશ્વમાં ઘણા દેશો સમાવેશ પામે છે,દરેક દેશોના પોતપોતાના કાદા કાનૂન હોય છે,જો કે કાયદા કાનૂન સુરક્ષા માટે બનાવવામાં આવે છે પરંતુ ઘણા દેશઓમાં તો જાણી સુરક્ષા મહિલાઓ માટે બંધન જેવી સાબિતી થાય તેવા કાદયાઓ જોવા મળે છે,અરબ દેશોના કેટલાક આવજ કાયદાઓ આપણાને આશ્ચર્યમાં મૂકે છે.તો ચાલો જાણીએ કેટલાક એવા ખાસ કાયદાઓ વિશે

ઈરાન

ઈરાનમાં વર્ષ 2013માં એક વિચિત્ર કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા અનુસાર, પિતા તેની દત્તક પુત્રી સાથે લગ્ન કરી શકે છે. શરત એ છે કે આ માટે દીકરીની ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષની હોવી જોઈએ.

યુએઈ

યુનાઈટેડ આરબ અમીરાતમાં પુરુષ લગ્ન વિના સ્ત્રી સાથે રહી શકતો નથી. જો કોઈ વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ સાથે રહે છે, તો તેને સખત સજા કરવામાં આવે છે.મહત્વની વાત એ છે કે અહી સાર્વજનિક સ્થળે કોઈ પણ કપલ આલિંગન ચુંબન કરી શકતા નથી.પોતાની પત્નીનો જાહેરમાં હાથ પકડવા પર પણ અહી પ્રતિબંધ છે. 2005માં એક બ્રિટિશ કપલને રેસ્ટોરન્ટમાં કિસ કરવા બદલ એક મહિનાની સજા ફટકારવામાં આવી હતી.

સાઉદી અરબ

યમન

આ દેશમાં મહિલાઓને ‘અડધી સાક્ષી’ ગણવામાં આવે છે. અહીંની અદાલતો મહિલાઓને સંપૂર્ણ સાક્ષી માનતી નથી. જો સ્ત્રીની જુબાનીને પુરૂષ દ્વારા સમર્થન ન મળે તો કોર્ટ તેની જુબાનીને ગંભીરતાથી લેતી નથી.

કુવૈત

કુવૈતમાં અજીબોગરીબ નિયમો છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. અહીંની સરકારે મહિલાઓને સેનાની લડાયક ભૂમિકામાં સામેલ કરી છે, પરંતુ તેમને હથિયાર ધારણ કરવાનો અધિકાર નથી.તો મહિલાઓ યુદ્ધ કઈ રીતે લડી શકે છે ને અજીબ બાબત.